Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરાઓ માટે ખુશખબર : મેટ્રોના બે રૂટ ડિસેમ્બર પહેલાં શરૂ થાય છે; જાણો કયા છે એ બે રૂટ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29, સપ્ટેમ્બર  2021

Join Our WhatsApp Channel

બુધવાર

 

પશ્ચિમ ઉપનગરોમાં ટ્રાફિકની ભીડથી મુંબઈગરાને ટૂંક સમયમાં રાહત મળશે. મુંબઈ મેટ્રોના બે રૂટ, રેડ લાઇન 7 અને યલો લાઇન 2A, ડિસેમ્બર પહેલાં પૅસેન્જર સેવા માટે ખોલવામાં આવશે. મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથૉરિટી (MMRDA)એ એક ઝડપી ગતિએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને હાલમાં મેટ્રો ફેરીનું પરીક્ષણ કરી રહી છે. આ મેટ્રો લાઇન મુંબઈગરોની યાત્રાને વધુ વેગ આપશે.

MMRDA કમિશનર DVR શ્રીનિવાસે એક મીડિયા હાઉસને કહ્યું કે તેમણે મેટ્રો લાઇન વિશે સારા સમાચાર આપ્યા છે. મને આશા છે કે મુંબઈ મેટ્રોના અંધેરી-પૂર્વથી દહીંસર (રેડ લાઇન 7) અને ડીએનએ નગરથી દહિસર (યલો લાઇન 2A) પ્રોજેક્ટ્સ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને આગામી ત્રણથી ચાર મહિનામાં, ડિસેમ્બર સુધીમાં આ લાઇન મુંબઈવાસીઓને ઉપલબ્ધ થશે.

ઉલ્લેખનીય છે કે આ માર્ગ ડિસેમ્બર 2019 સુધીમાં કાર્યરત કરવાનો હતો, પરંતુ વિવિધ કારણોસર પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો. શ્રીનિવાસે જણાવ્યું હતું કે રેડ લાઇન 7 અને યલો લાઇન 2A સિવાય અન્ય બે રૂટ આગામી જૂન સુધીમાં ખૂલી જશે. તેમણે તાજેતરમાં મેટ્રો પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ પાસેથી કામની સમીક્ષા કરી હતી. વેસ્ટર્ન સબર્બન એક્સપ્રેસ વે તેમ જ અન્ય મુખ્ય માર્ગો પર સવાર અને સાંજના પિક અવર્સમાં મોટો ટ્રાફિક જામ થાય છે. ટૂંક સમયમાં મેટ્રોના વિસ્તૃત નેટવર્કને કારણે આ મૂંઝવણમાંથી મુંબઈગરા છૂટી જશે.

રૂટની માહિતી

લાઈન 7-અંધેરી-પૂર્વથી દહીસર,  અંતર-16.495 કિમી

ડેપો-દહિસર (સૂચિત) અને માલવાણી (કામચલાઉ વ્યવસ્થા)

 સ્ટેશનોનાં નામ (કુલ 14) દહિસર પૂર્વ, ઓવરપાડા, રાષ્ટ્રીય ઉદ્યાન, માગાથાણે, પોઇસર, આકુર્લી, કુરાર, પુષ્પા પાર્ક, ડિંડોશી, આરે, ગોરેગાંવ-પૂર્વ (મહાનંદ), જોગેશ્વરી-પૂર્વ (JVLR), શંકરવાડી, ગુંડવલી.

લાઇન 2A-ડીએનએ નગરથી દહીંસર, અંતર-18.589 કિમી. ડેપો-માલવાણી

સ્ટેશનોનાં નામ (કુલ 17) – દહિસર પૂર્વ, અપર દહિસર સ્ટેશન (આનંદ નગર), કાંદરપાડા (ઋષિ સંકુલ), માંડપેશ્વર (આઇસી કૉલોની), એક્સર, બોરીવલી વેસ્ટ (ડૉન બોસ્કો), પહાડી એક્સર (સિમ્પોલી), કાંદિવલી પશ્ચિમ ( મહાવીર નગર), દહાણુકરવાડી (કામરાજ નગર), વાલનાઈ (ચારકોપ), મલાડ વેસ્ટ, લોઅર મલાડ (કસ્તુરી પાર્ક), પહાડી ગોરેગાંવ (બાંગુરનગર), ગોરેગાંવ વેસ્ટ, ઓશિવારા (આદર્શ નગર), લોઅર ઓશિવારા (શાસ્ત્રી નગર) અને અંધેરી પૂર્વ (ડીએનએ નગર).

માટુંગામાં ક્લીન-અપ માર્શલની દાદાગીરી હદપાર થઈ; લોકો પર પથ્થરનો ઘા કર્યો; જુઓ વીડિયો

Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Borivali Share Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૭૭.૪૫ લાખની ઠગાઈ આચરનાર વોન્ટેડ આરોપી બે વર્ષે બોરીવલીથી ઝડપાયો વૃદ્ધ વેપારી બન્યા હતા શિકાર
Mumbra Heavy Deposit Scheme Fraud મુંબ્રામાં ‘હેવી ડિપોઝિટ સ્કીમ’ના નામે ૨૦થી ૨૫ નાગરિકો સાથે ₹૫૫.૧૫ લાખની છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Exit mobile version