ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
ઠાકરે સરકારે એવો રસ્તો લીધો છે જેમાંથી યુ ટર્ન લેવો મુશ્કેલ છે. મહારાષ્ટ્ર સરકારે આરે કૉલોનીમાંથી 808 એકર જમીન વનવિભાગને આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચોમાસા દરમિયાન આ પ્રક્રિયા પતી જશે. આ જમીન પર મેટ્રો ટ્રેનનું કાર-શેડ બનવાનું હતું એવું નથી. માત્ર અમુક વિસ્તાર મેટ્રો પ્રકલ્પમાં આવી રહ્યો હતો. આ સિવાય આરેનો મોટાભાગનો વિસ્તાર ખાલી પડ્યો હતો.
મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને પર્યાવરણવાદીઓએ આવકાર્યો છે. હવે આ વિસ્તારમાં વનવિભાગ પૅટ્રોલિંગ કરશે અને વન્યજીવન પાંગરે એવી વ્યવસ્થા કરશે.
