Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો.. મેટ્રોના આ રેલવે સ્ટેશનની બે દિવસમાં જ થઈ ગઈ આ હાલત.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ગુડી પડવાના દિવસે મુંબઈગરાની સેવામાં શામેલ થયેલી મેટ્રો-7 અને મેટ્રો 2-એ બે દિવસમાં જ મુંબઈગરાની માનીતી બની ગઈ છે. જોકે બે દિવસની અંદર આરે મેટ્રો સ્ટેશન પર પ્રવાસીઓને બેસવા માટેની મેટલની બેઠકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર વાયરલ થઈ ગયા હતા. 

Join Our WhatsApp Channel

મેટ્રો રેલવેને મુંબઈગરાએ ભરપૂર પ્રતિસાદ આપ્યો છે. મેટ્રો રેલવે ફૂલ જઈ રહી છે. જોકે સત્તાવાર રીતે હજી રવિવારથી મુંબઈગરાની સેવામાં જોડાયેલી મેટ્રો રેલવેના આરે સ્ટેશન પર પ્રવાસીઓને માટે બેસવાની મેટલની બેઠકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનો ફોટો ટ્વીટર પર વાયરલ થયા હતા. તેથી લોકોએ ટીકા કરવાનું ચાલુ કરી દીધું હતું. 

આ સમાચાર પણ વાંચો :  સાવધાન!! રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો આવી બનશે. ટ્રાફિક પોલીસ લેશે આ પગલા.. જાણો વિગતે

સોશિયલ મીડિયા પર લોકોએ મેટ્રો રેલવેમાં વાપરવામાં આવેલા સામાનની ગુણવત્તા સામે ટીકા કરવાનું ચાલુ કરી દીધું છે. જોકે મુંબઈ મેટ્રો પ્રશાસનને ટ્વીટર પર વાયરલ થયેલા ફોટોની નોંધ લીધી હતી અને તાત્કાલિક ધોરણે આરે સ્ટેશન પર મેટલની બેસવાની સીટને બદલી નાખી હતી. તેમ જ તેને લગતી માહિતી પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version