Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Metro: મેટ્રો પ્રવાસીઓ માટે સારા સમાચાર, હવે ત્રણેય લાઈનની ટિકિટ પદ્ધતિમાં આવ્યો બદલાવ.. મેટ્રો પ્રવાસ બનશે સરળ..

Mumbai Metro: મેટ્રો 2A અને મેટ્રો 7 લાઇન MMRDA ની માલિકીની છે. તેથી તે લાઇન માટે સંયુક્ત ટિકિટ લઈ શકાય છે. પરંતુ મેટ્રો 1ના રૂટ માટે અલગ ટિકિટ લેવી પડતી હતી. જોકે હવે તમામ રૂટ માટે એક જ ટિકિટ મળી રહેશે..

Mumbai Metro Good news for metro travelers, now there is a change in the ticket system of all three lines.. metro travel will become easier

Mumbai Metro Good news for metro travelers, now there is a change in the ticket system of all three lines.. metro travel will become easier

 News Continuous Bureau | Mumbai

Mumbai Metro: મુંબઈ મેટ્રોએ મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરો માટે નવી સુવિધા શરુ કરી છે. જેના કારણે મુંબઈકરોએ હવે વારંવાર ટિકિટ ( Metro Ticket ) ખરીદવા માટે કતારોમાં ઉભા રહેવું પડશે નહીં. હવે મુસાફરોને તમામ મેટ્રો લાઇન માટે એક જ જગ્યાએથી ટિકિટ મળી રહેશે. હાલમાં, મેટ્રો 1 સિવાય, મેટ્રો 2A અને મેટ્રો 7 (ગુંદવલીથી અંધેરી વેસ્ટ વાયા દહિસર) મુંબઈમાં ચાલી રહી છે. મેટ્રો 2A અને મેટ્રો 7 લાઇન MMRDA ની માલિકીની છે. તેથી તે લાઇન માટે સંયુક્ત ટિકિટ લઈ શકાય છે. પરંતુ મેટ્રો 1ના રૂટ માટે અલગ ટિકિટ લેવી પડતી હતી. જોકે હવે તમામ રૂટ માટે એક જ ટિકિટ મળી રહેશે.. 

Join Our WhatsApp Channel

 મેટ્રો 1 ( Metro 1 ) હવે MMRDAના નિયંત્રણ હેઠળ આવશે…

મેટ્રો 1, મેટ્રો 2A અને મેટ્રો 7 ગુંદવલી અને અંધેરી વેસ્ટ સ્ટેશન નજીક જોડાયેલ છે. પરંતુ તેમ છતાં મેટ્રો 1ની ટિકિટ અલગથી લેવી પડતી હતી. જો કે હવે આ રૂટ પણ એમએમઆરડીએ હેઠળ આવ્યા પછી, મુસાફરો ઘાટકોપર-વર્સોવા-ઘાટકોપર અને ગુંદવલીથી અંધેરી પશ્ચિમ એમ ત્રણ રૂટ પરના સ્ટેશનો માટે એક જ સંયુક્ત ટિકિટ મેળવી શકશે.

આ સમાચાર પણ વાંચો  : Mumbai: અંધેરીના આ વિસ્તારમાં કરાયું સ્વિમિંગ પૂલનું ઉદ્ધાટન… 2 એપ્રિલથી થશે શરુ..

ઘાટકોપર-વર્સોવા-ઘાટકોપર, રાજ્યની પ્રથમ મેટ્રો લાઇન આખરે હવે રાજ્ય સરકાર ( State Government ) દ્વારા MMRDAના નિયંત્રણ હેઠળ આવશે. આ રૂટ ખરીદવાના નિર્ણયને સોમવારે રાજ્ય કેબિનેટે મંજૂરી આપી હતી. જેના કારણે હવે પાંચ વર્ષથી અટવાયેલ આ નિર્ણયને આખરે મંજુરી મળી ગઈ છે.

Mumbai Local Train Fight મુંબઈ લોકલ ટ્રેનમાં ફરી દંગલ! ભીડભાડવાળા ડબ્બામાં બે યુવકો વચ્ચે છુટ્ટા હાથે મારામારી…
Mumbai InterState Drug Supplier Arrested મુંબઈ પોલીસની મોટી સફળતા બાંદ્રા ટર્મિનસ પરથી રૂ. ૧૦ કરોડનું ચરસ ઝડપાયું, ડ્રગ્સ સપ્લાયર જેલના સળિયા પાછળ
Digital Arrest Scam એફડી અને મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને મુંબઈની મહિલા સાથે ૭.૨૧ કરોડની છેતરપિંડી, જાણો કેવી રીતે ફસાવ્યા?
Mumbai Parel Clash પરેલમાં ઈદના જુલૂસ દરમિયાન અથડામણ જેવી સ્થિતિ, પોલીસની સમયસૂચકતાથી સ્થિતિ કાબૂમાં
Exit mobile version