Site icon

વાહ! મેટ્રો રેલની ટિકિટ હવે મળશે મોબાઈલ પર. કાગળની ટિકિટ સાચવવાની કડાકૂડથી થશે છૂટકારો. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ઘાટકોપરથી વર્સોવા(Ghatkopar-Versova) વચ્ચે દોડતી મેટ્રો-1ના પ્રવાસીઓને માટે સારા સમાચાર છે. પ્રવાસીઓએ કાગળની ટિકિટ(Paper ticket) સાચવવાની મગજમારીથી છુટકારો મળવાનો છે. પ્રવાસીઓ(Commuters)ની સુવિધા માટે વોટ્સએપ દ્વારા ઈ-ટિકિટ(E-ticket)ની યોજના ચાલુ કરવામાં આવી છે. મેટ્રો રેલ(Metro One)ની ટિકિટ સીધી પ્રવાસીઓને મોબાઈલમાં મળી જશે.

Join Our WhatsApp Community

મેટ્રો વને વોટ્સએપ(WhatsApp) ઈ-ટિકિટ (E-ticket) સિસ્ટમનો આરંભ ગુરુવારથી ચાલુ કર્યો છે. તેને કારણે કાગળની ટિકિટનો ઉપયોગ ઘટશે. મેટ્રો-વન(Metro One) આ પહેલા જ પેપર ક્યૂઆર ટિકિટ(Paper QR code Ticket) સિસ્ટમ લાવી હતી. જોકે હજી પણ 80 ટકા પ્રવાસીઓ રોકડ રકમ આપીને ટિકિટ ખરીદી રહ્યા છે. તેથી રોકડ રકમ આપીને ટિકિટ ખરીદવા ઈચ્છુક લોકોને ઓનલાઈન ટિકિટ તરફ વાળવા માટે મેટ્રો-વન પ્રશાસન વોટ્સએપ દ્વારા ઈ-ટિકિટ આપી રહી છે.
પ્રવાસીઓએ મુંબઈ મેટ્રો પ્રશાસનના નંબર પર ઇંગ્લિશમાં “Hi” ટાઈપ કરીને મોકલવાનો રહેશે. એ સાથે જ ઓટીપી (One Time Password)નંબર વોટ્સએપ પર મળશે. ટિકિટ બારી પર ઓટીપી નંબર આપીને રોકડ રકમ આપવાની સાથે જ વોટ્સએપ પર ટિકિટ મળશે. આ ટિકિટ સ્કેન કરવાની સાથે જ સ્ટેશન પર પ્રવેશ મળશે.

આ સમાચાર પણ વાંચો : મેટ્રોનો પ્રતિસાદ ઉત્તમ પણ દહાણુકરવાડી અને દહિસર વચ્ચે લોકો સફર નથી કરતા. જાણો કેમ?

મેટ્રો પ્રશાસને વોટ્સએપ દ્વારા ઈ-ટિકિટ આપવાની શરૂઆત કરનારી મેટ્રો-વન વિશ્વની સૌથી પહેલી કંપની હોવાનો દાવો કર્યો છે. હાલ મેટ્રો પ્રશાસનને  પ્રતિ કાગળની ટિકિટ પાછળ 9 પૈસાનો ખર્ચ થાય છે. ઈ-ટિકિટને કારણે આ ખર્ચ બચી જશે અને પર્યારણના જતનમાં પણ મદદ મળશે.

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version