Site icon

Mumbai Metro Station Renaming :મુંબઈના આ મેટ્રો સ્ટેશનનું નામ બદલાયું, હવે ‘હરે રામા હરે કૃષ્ણ મંદિર સ્ટેશન’ તરીકે ઓળખાશે!

Mumbai Metro Station R enaming :ભક્તોની લાંબા સમયની માંગણી સંતોષાઈ, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ લીધો મહત્વનો નિર્ણય

Mumbai Metro Station Renaming DY CM Eknath Shinde Approves Renaming Of Juhu Metro Station Near ISKCON To ‘Hare Rama Hare Krishna Mandir’

Mumbai Metro Station Renaming DY CM Eknath Shinde Approves Renaming Of Juhu Metro Station Near ISKCON To ‘Hare Rama Hare Krishna Mandir’

News Continuous Bureau | Mumbai

   Mumbai Metro Station Renaming : મુંબઈ મેટ્રો રેલના એસિક નગર – D.N. નગર સ્ટેશનનું નામ બદલીને હવે ‘હરે રામા હરે કૃષ્ણ મંદિર સ્ટેશન’ કરવામાં આવશે. ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ નિર્ણય લીધો છે. સાંસદ રવિન્દ્ર વાયકરની માંગણીને આખરે મંજૂરી મળી ગઈ છે.

Join Our WhatsApp Community

  Mumbai Metro Station Renaming :મુંબઈ મેટ્રોને આધ્યાત્મિક સ્પર્શ: ESIC નગર-DN નગર સ્ટેશન હવે ‘ઇસ્કૉન મંદિર સ્ટેશન’

મુંબઈના રહેવાસીઓ અને દેશ-વિદેશના ઇસ્કૉન મંદિરના ભક્તો માટે એક મોટા રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ ESIC નગર – D.N. નગર મેટ્રો (Mumbai Metro) સ્ટેશનનું નામ બદલીને ‘હરે રામા હરે કૃષ્ણ મંદિર સ્ટેશન’ રાખવાની સૂચના આપી છે.

આ નિર્ણય મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા ક્ષેત્રના સાંસદ રવિન્દ્ર વાયકરની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સાંસદ વાયકરે આ સંબંધે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન ઉપમુખ્યમંત્રી શિંદેને આવેદનપત્ર આપ્યું હતું. સોમવારે (14 જુલાઈ, 2025) વિધાનસભામાં ઉપમુખ્યમંત્રીની ચેમ્બરમાં યોજાયેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો.

  Mumbai Metro Station Renaming :બેઠકમાં હાજર અધિકારીઓ અને સ્ટેશનનું મહત્વ

આ બેઠકમાં નગર વિકાસ વિભાગના પ્રધાન સચિવ આસીમ ગુપ્તા, મ્હાડાના વ્યવસ્થાપક નિર્દેશક સંજીવ જયસ્વાલ, બીએમસી કમિશનર ભૂષણ ગાગરાણી, એસઆરએ સીઈઓ મહેન્દ્ર કલ્યાણકર, એમએમઆરડીએ કમિશનર સંજય મુખર્જી, તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેટ્રો લાઇન-2B (D.N. નગર થી માંડલે) પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતી એક મહત્વપૂર્ણ લાઇન છે. જુહુ ખાતે આવેલું પ્રસિદ્ધ ઇસ્કૉન મંદિર (હરે રામા હરે કૃષ્ણ મંદિર) આ જ માર્ગ પર આવેલું છે.  દેશ-વિદેશથી લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે, જેના કારણે મેટ્રો સ્ટેશનનું (Mumbai Metro) નામ મંદિર સાથે જોડવાની માંગ સતત કરવામાં આવી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : દક્ષિણ મુંબઈની ટ્રાફિક સમસ્યાનો આવશે અંત, એમએમઆરસીએલ દ્વારા નવી અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે દરખાસ્ત રજૂ કરાઈ; જાણો કેટલા હશે સ્ટેશનો

Mumbai Metro Station Renaming :ભક્તોની સુવિધા અને મુંબઈની સાંસ્કૃતિક ઓળખ

સાંસદ રવિન્દ્ર વાયકરે બેઠકમાં દ્રઢપણે રજૂઆત કરી હતી કે, “જુહુ ઇસ્કૉન મંદિર માત્ર મુંબઈનું જ નહીં, પરંતુ ભારતનું એક આધ્યાત્મિક કેન્દ્ર છે. તેથી, અહીંના મેટ્રો સ્ટેશનને ‘હરે રામા હરે કૃષ્ણ મંદિર સ્ટેશન’ નામ આપવું જોઈએ.

આ માંગણીને ઉપમુખ્યમંત્રી શિંદેએ તાત્કાલિક મંજૂરી આપી અને એમએમઆરડીએના કમિશનર સંજય મુખર્જીને જરૂરી કાર્યવાહી માટે સૂચનાઓ આપી. મુંબઈ મેટ્રોના (Mumbai Metro) નામકરણના આ નિર્ણયથી ભક્તોની સુવિધામાં વધારો થવાની સાથે જ મુંબઈની સાંસ્કૃતિક ઓળખને પણ બળ મળશે. આ નિર્ણય મુંબઈના ધાર્મિક અને સામાજિક જીવનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે.

 

Mahaparinirvan Diwas: મહાપરિનિર્વાણ દિવસે બોરીવલીમાં પૂ. શ્રી બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓની સેવા માટે બોરીવલી બિઝનેસમેન અસોસિએશન આગળ આવી, નેતાઓએ પણ નિભાવ્યો મહત્વનો હિસ્સો
IndiGo crisis: ઇન્ડિગો ફ્લાઇટમાં કેપ્ટન ગાયબ! મુસાફરે બતાવ્યો અંદરનો હાલ, સુવિધાઓના નામે મીંડું
Savarkar Literature Study Circle: વરિષ્ઠ પત્રકાર સ્વપ્નિલ સાવરકરની સાવરકર સાહિત્ય અભ્યાસ મંડળના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક
Putin: ભારતની ઉષ્માભરી મહેમાનગતિ: પુતિનનું ગૌરવભેર સ્વાગત, રાષ્ટ્રપતિ ભવનમાં ૨૧ તોપોની સલામી સાથે ગાર્ડ ઑફ ઑનર
Exit mobile version