Site icon

Navi Mumbai Metro : બહુપ્રતિક્ષિત નવી મુંબઈ મેટ્રોની ઉદ્ઘાટનની તારીખ આખરે નક્કી… હવે આ તારીખે થશે વડાપ્રધાનના હસ્તે નવી મુંબઈ મેટ્રોનું ઉદ્ઘાટન.. જાણો સંપુર્ણ મામલો વિગતે..

Navi Mumbai Metro : નવી મુંબઈ મેટ્રોના ઉદ્ઘાટનની સાથે જ રાજ્ય સરકાર દ્વારા નવી મુંબઈથી નમો મહિલા સશક્તિકરણ અભિયાન પણ શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આયોજિત નમો મહિલા સશક્તિકરણ અભિયાનના લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓને સંબોધિત કરશે. …

Mumbai Metro The date of inauguration of the much awaited Navi Mumbai Metro is finally decided...

Mumbai Metro The date of inauguration of the much awaited Navi Mumbai Metro is finally decided...

News Continuous Bureau | Mumbai 

Navi Mumbai Metro: નવી મુંબઈ ( Navi Mumbai ) મેટ્રોના ઉદ્ઘાટન ( Inauguration ) માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ( Narendra Modi ) નવી મુંબઈની ત્રીજી સંભવિત મુલાકાતનું આયોજન એક મહિનામાં કરવામાં આવી રહ્યું છે. નવી મુંબઈ મેટ્રોના ઉદ્ઘાટન માટે અગાઉ 13 અને 14 ઓક્ટોબર અને ત્યારબાદ 17 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. પરંતુ, વડાપ્રધાનના વ્યસ્ત કાર્યક્રમના કારણે આજ સુધી આ યોગનો મેળ પડ્યો નથી. તેથી 30 ઓક્ટોબરે વડાપ્રધાનની નવી મુંબઈની સંભવિત મુલાકાતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તદનુસાર, રાજ્ય સરકારની સાથે નવી મુંબઈમાં વિવિધ સરકારી સત્તાવાળાઓ વડા પ્રધાનની સંભવિત મુલાકાતની તૈયારીમાં સામેલ છે.

Join Our WhatsApp Community

રસપ્રદ વાત એ છે કે, નવી મુંબઈ મેટ્રોના ઉદ્ઘાટનની સાથે જ રાજ્ય સરકાર ( State Govt ) દ્વારા નવી મુંબઈથી નમો મહિલા સશક્તિકરણ અભિયાન ( Women’s Empowerment Campaign ) પણ શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આયોજિત નમો મહિલા સશક્તિકરણ અભિયાનના લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓને સંબોધિત કરશે. રાજ્યભરમાંથી વિવિધ મહિલા સ્વ-સહાય જૂથોની એક લાખથી વધુ મહિલાઓ આ મહિલા સભામાં હાજર રહે તે માટે સરકારી એજન્સીઓ દિવસ-રાત કામ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Mega Block: મુંબઈના મુસાફરોને થશે મુશ્કેલી! રવિવારે ત્રણેય રૂટ પર રહેશે મેગાબ્લોક.. જાણો અહીં સંપુર્ણ મેગાબ્લોક શેડ્યુલ..વાંચો વિગતે

ખારઘરના ગોલ્ફ કોર્સ ખાતે તમામ સરકારી અધિકારીઓની એક બેઠકનું આયોજન…

નમો મહિલા સશક્તિકરણ અભિયાન અને નવી મુંબઈ મેટ્રોના ઉદ્ઘાટનની તૈયારી માટે આજે, શનિવારે ખારઘરના ગોલ્ફ કોર્સ ખાતે તમામ સરકારી અધિકારીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નવી મુંબઈ મેટ્રોના ઉદ્ઘાટનની તૈયારીની જવાબદારી સંપૂર્ણપણે સિડકો મેનેજમેન્ટ પર રહેશે. રાયગઢ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ, સરકારી સત્તાવાળાઓ જેમ કે મહિલા આર્થિક વિકાસ નિગમ (MAVIM) અને મહારાષ્ટ્ર રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (MSRLM-UMED) નમો મહિલા સશક્તિકરણ અભિયાનની શરૂઆત માટે તૈયારી કરશે.

હાલમાં ઓક્ટોબર હિટની ગરમી શહેરીજનો માટે અસહ્ય બની રહી છે. આ સ્થિતિ છે ત્યારે, નમો મહિલા સશક્તિકરણ અભિયાનની શરૂઆત સાથે એક લાખથી વધુ મહિલાઓને એકસાથે લાવવાનું કેટલું અસરકારક રહેશે તેની ચર્ચા સર્વત્ર ચાલી રહી છે.

Asian Seed Congress 2025: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મુંબઈમાં એશિયન સીડ કોંગ્રેસ 2025નું ઉદ્ઘાટન કર્યું
Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Exit mobile version