ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 માર્ચ 2021
મુંબઈ શહેરમાં કોરોના ને ટાળવા માટે મેટ્રો ટ્રેન તેમજ લોકલ ટ્રેનને બંધ કરવામાં આવી હતી.આટલું જ નહીં લોકલ ટ્રેનમાં અત્યારે અનેક પ્રતિબંધ લાગુ છે. ત્યારે બીજી તરફ મેટ્રો ટ્રેન ઓથોરિટીએ બિલકુલ અલગ પ્રકારનો રસ્તો અપનાવ્યો છે. ૨૨ માર્ચથી મેટ્રો ટ્રેન 280 જેટલા ફેરા વધુ મારશે. આ સંખ્યા અગાઉથી અનેક ગણી વધારે છે.
ઉલ્લેખનીય છે કે હાલ મેટ્રો ટ્રેનમાં 110000 પ્રવાસીઓ દૈનિક પ્રવાસ કરી રહ્યા છે. કોરોનાથી અગાઉ પ્રવાસીઓની સંખ્યા 450000 હતી.હવે મેટ્રો ઓથોરિટીએ નક્કી કર્યું છે કે તેઓ પોતાની ટ્રેન ના ફેરા વધારી નાખશે. જેથી લોકો એકબીજાથી સુરક્ષિત અંતર રાખીને પ્રવાસ કરી શકે.
