Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Mira Road tension: મીરા રોડમાં અજંપાભરી શાંતિ, રસ્તા પર ઉભી લારીઓની અને વાહનોની કરી તોડફોડ.. જુઓ વિડીયો..

Mumbai Mira Road tension: અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની નવી મૂર્તિના અભિષેક પહેલા રવિવારે સાંજે મુંબઈને અડીને આવેલા મીરા ભાયંદરમાં રવિવારે રાત્રે જય શ્રી રામના ધ્વજ સાથેના વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને સોમવારે સાંજે શોભાયાત્રા દરમિયાન એક સમુદાયના લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો.

Mumbai Mira Road tension Communal Clashes Continue Amid Ram Mandir Celebrations

Mumbai Mira Road tension Communal Clashes Continue Amid Ram Mandir Celebrations

News Continuous Bureau | Mumbai 

Mumbai Mira Road tension: મુંબઈને અડીને આવેલા મીરા રોડમાં 22 જાન્યુઆરીની રાતથી તણાવ છે. હમણાં જ મીરા રોડ પરથી સમાચાર આવી રહ્યા છે કે સ્ટેશન પાસે ફરી એક રેલી કાઢવામાં આવી અને રેલી દરમિયાન દુકાનોમાં તોડફોડ કરવામાં આવી. મીરા રોડમાં બુલડોઝર દ્વારા ગેરકાયદેસર દુકાનો તોડી પાડ્યા બાદ આ રેલી કાઢવામાં આવી હતી. આ વખતે ફરી મીરા રોડમાં રેલી દરમિયાન તોડફોડ બાદ વાતાવરણ ભારે તંગ બની ગયું છે. પોલીસે નયા નગરમાં બેરિકેડિંગ લગાવી દીધું છે. મીરા રોડમાં સ્થાનિક પોલીસ દળની સાથે દંગા નિયંત્રણ અને રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં જોવા મળી રહ્યુ છે કે ઉપદ્રવીઓ રસ્તા પર ઉભી લારીઓની અને વાહનોની તોડફોડ કરી રહ્યા છે.

મહત્વનું છે કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે નયા નગરમાં નીકળેલી શોભાયાત્રા પર કેટલાક બદમાશોએ પથ્થરમારો કર્યો હતો અને શોભાયાત્રામાં ભાગ લઈ રહેલા કેટલાક લોકોને માર માર્યો હતો. આ પછી ત્યાં સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયો હતો અને વાતાવરણ ગરમાયું હતું. આ પછી બદમાશોએ ત્યાં વાહનોમાં તોડફોડ કરી અને આગ ચાંપી દીધી. હજુ પણ વાતાવરણ શાંત થયું નથી.

આ સમાચાર પણ વાંચો : PM Modi : PM મોદી આજે બુલંદશહર અને જયપુરની લેશે મુલાકાત, અધધ આટલા કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Habitual Thief Arrested Andheri અંધેરીમાં મેડિકલ સ્ટોરમાંથી મોબાઈલ ચોરનાર રીઢો તસ્કર ઝડપાયો 21 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો
Illegal CDR Racket Busted Crime Branch ગેરકાયદે CDR સપ્લાય કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે બે પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 આરોપીઓની કરી ધરપકડ
Railway TTE Rescues Minor Boy રેલવે ટીટીઈની સતર્કતાથી ટ્રેનમાં એકલો ભટકતો 12 વર્ષનો સગીર સુરક્ષિત પૂછપરછ બાદ CSMT RPF ને સોંપાયો
Malad Spiderman Style Burglar Arrested મલાડમાં ‘સ્પાઈડરમેન’ સ્ટાઈલમાં ફ્લેટમાં ત્રાટકેલો તસ્કર ઝડપાયો ડિંડોશી પોલીસે ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ જપ્ત કર્યો
Exit mobile version