Site icon

Mumbai: મુંબઈ પ્રોપર્ટી રજીસ્ટ્રેશનમાં મે મહિનામાં 22%નો વધારો થયો: નાઈટ ફ્રેન્ક રિપોર્ટ.. જાણો વિગતે.. .

Mumbai: મુંબઈમાં BMC અધિકારક્ષેત્ર હેઠળનો વિસ્તારમાં મે 2024માં 11,802 યુનિટોથી વધુ મિલકતની નોંધણી થઈ હતી, જેથી મે 2024ના મહિનામાં રાજ્યની તિજોરીમાં રુ. 1,010 કરોડથી કમાણી કરી હતી.

Mumbai Mumbai Property Registrations Up 22% In May Knight Frank Report.. Know Details..

Mumbai Mumbai Property Registrations Up 22% In May Knight Frank Report.. Know Details..

 News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઈ મહાપાલિકા વિસ્તારમાં પ્રોપર્ટીની નોંધણી ( Property registration ) મે મહિના દરમિયાન 22 ટકા વધીને 12,000 યુનિટ થઈ ગઈ હતી, એમ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કના ( Knight Frank ) અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્ર સરકારના ડેટાને ટાંકીને નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ જણાવ્યું હતું કે. મુંબઈ શહેરમાં ( BMC અધિકારક્ષેત્ર હેઠળનો વિસ્તાર ) ગયા મહિને લગભગ 12,000 પ્રોપર્ટીની ( Properties ) નોંધણી કરાઈ હતી જે ગયા વર્ષે મે મહિનામાં 9,823 યુનિટ હતી.

 Mumbai: આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં, નોંધાયેલ મિલકતોની કુલ સંખ્યા 60,820 હતી..

મે 2024માં રાજ્યની તિજોરીએ રૂ. 1,034 કરોડની કમાણી કરી હતી, જે ગયા વર્ષના સમાન મહિના કરતાં 24 ટકા વધુ છે. મે 2024માં એકંદરે નોંધાયેલી પ્રોપર્ટીમાં રહેણાંક યુનિટો 80 ટકા હતા.

આ સમાચાર પણ વાંચો:  Navi Mumbai: વધતી ગરમી વચ્ચે નવી મુંબઈમાં મોરબે ડેમમાં જળસ્તરમાં 29% ઘટાડો નોંધાયો, પાલિકાએ પાણી કાપની કરી જાહેરાત..

સંપત્તિના વેચાણ અને નોંધણીઓમાં સતત વર્ષ-દર-વર્ષની વૃદ્ધિ એ વૃદ્ધિની વાતને સાતત્ય પ્રદાન કરે છે. જે રાજ્ય સરકારના પ્રોત્સાહનને કારણે આગળ વધી રહ્યું છે અને ત્યારથી, સમગ્ર શહેરમાં સરેરાશ ભાવમાં વધારો થવા છતાં, મિલકતોના વેચાણ અને નોંધણીમાં પણ વધારો થયો છે. જો કે, આ સકારાત્મક વલણ આગળ પણ આમ જ ચાલુ રહેવાની અપેક્ષા છે. મજબૂત આર્થિક વૃદ્ધિ અને વ્યાજદરના અનુકૂળ વાતાવરણને કારણે સંભવિત ખરીદદારો માટે હાલ પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરવામાં આવશે.

આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં, નોંધાયેલ મિલકતોની કુલ સંખ્યા 60,820 હતી, જે જાન્યુઆરી-મે 2023ના 52,173 યુનિટોથી 17 ટકા વધુ હતી.

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Exit mobile version