Site icon

Mumbai: મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ યુનિટે ગોરેગાવમાં કર્યો નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ, સાતની ધરપકડ..

Mumbai: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ 9ને મળતી માહિતીના આધારે ગોરેગાંવના આરે કોલોની વિસ્તારમાં રોયલ પામ્સમાંથી ઝોહો ટેક સોલ્યુશનના નામે કથિત નકલી કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસે દરોડો પાડી સાત લોકોની અટકાયત કરી હતી.

Mumbai Mumbai's crime branch unit busted a fake call center in Goregaon, arrested seven.

Mumbai Mumbai's crime branch unit busted a fake call center in Goregaon, arrested seven.

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ 9 એ ગોરેગાંવમાં ( Goregaon ) રોયલ પામ્સમાંથી કથિત રીતે કાર્યરત એક નકલી કોલ સેન્ટરનો ( fake call center )  પર્દાફાશ કર્યો હતો અને કેનેડિયન નાગરિકોને છેતરવા બદલ સાત લોકોની ધરપકડ કરી હતી. પોલીસના મિડીયા સાથે વાત કરતા જણાવ્યા અનુસાર, આરોપીએ એમેઝોન અને કેનેડિયન એટર્ની જનરલની ઓફિસના પ્રતિનિધિ હોવાનો ઢોંગ કરીને લોકોને છેતર્યા હતા.

Join Our WhatsApp Community

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ( Mumbai Crime Branch ) યુનિટ 9ને મળતી માહિતીના આધારે ગોરેગાંવના આરે કોલોની ( aarey colony ) વિસ્તારમાં રોયલ પામ્સમાંથી ( Royal Palms ) ઝોહો ટેક સોલ્યુશનના નામે કથિત નકલી કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસે દરોડો પાડી સાત લોકોની અટકાયત કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આ કોલ સેન્ટરમાં ફોન કરનારાઓ ઇન્ટરનેટ કોલ દ્વારા અમેરિકન નાગરિકોનો સંપર્ક કરતા હતા. આરોપી કોલ કરનારાઓ પહેલા એમેઝોનનો એક્ઝિક્યુટીવનો હોવાનો દાવો કરીને તેમને ફોન કરતા હતા અને તેમને કહેતા કે તેમણે જે ગિફ્ટ કે પાર્સલનો ઓર્ડર આપ્યો હતો. તેમાં માદક દ્રવ્ય છે, જ્યારે વ્યક્તિએ કંઈપણ ઓર્ડર કરવાનો ઇનકાર કરી દેતા હતા. તો આ કોલ સેન્ટરના બીજા આરોપીઓ તે જ ગ્રાહકને કેનેડિયન એટર્ની જનરલની ઓફિસમાંથી હોવાનો દાવો કરતો કોલ કરતા હતા.

 છેતરપિંડી કરનારાઓ પછી તેઓને ટેક્સ્ટ નાઉ એપ્લિકેશન દ્વારા તેમના બિટકોઇન વૉલેટ સરનામાં પર QR કોડ મોકલતા હતા..

કેનેડિયન એટર્ની જનરલની ઓફિસમાંથી હોવાનો દાવો કરી, ગ્રાહકોને કહેતા હતા કે, તમારા ખાતાનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે દુરુપયોગ થઈ રહ્યો છે અને તેમના ખાતામાં તેમના પૈસા સુરક્ષિત નથી. પીડિતોને એમેઝોન તરફથી પહેલા જ એક કોલ આવ્યા હોવાથી, તેઓ કેનેડિયન એટર્ની જનરલની ઓફિસમાંથી આવેલ નકલી કોલ પર વિશ્વાસ કરી લેતા હતા.

આ સમાચાર પણ વાંચો : Aditya Thackeray: આદિત્ય ઠાકરેએ સરકાર પર નિશાન સાધતા કહ્યું, ભાજપ- શિંદે સરકાર પાસે સામાન્ય લોકોની જરુરિયાતો પૂર્ણ કરવાનો સમય નથી.. જાણો બીજુ શું કહ્યું.

છેતરપિંડી કરનારાઓ પછી તેઓને ટેક્સ્ટ નાઉ એપ્લિકેશન દ્વારા તેમના બિટકોઇન વૉલેટ સરનામાં પર QR કોડ મોકલતા હતા અને તેમને સલામતી માટે ત્યાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહેતા હતા. એકવાર પીડિતોએ પૈસા ટ્રાન્સફર કર્યા પછી, આરોપીઓએ કોલ કાપી નાખતા હતા. જે બાદ પીડિતોને સમજાતું કે તેઓ તેમના પૈસા ગુમાવી ચૂક્યા છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે નકલી કોલ સેન્ટરના સાત લોકોની ધરપકડ કરી છે અને અન્ય ત્રણની શોધખોળ હાથ ધરી છે. જે બાદ સ્થાનિક કોર્ટમાં રજૂ કરાતા, કોર્ટે તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં દીધા હતા. પોલીસને શંકા છે કે આ કોલ સેન્ટર છેલ્લા બે મહિનાથી ચાલતું હતું.

Navi Mumbai: નવી મુંબઈ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી શરૂ; ‘આ’ ખાદ્યપદાર્થ વિક્રેતાઓને લાગ્યો મોટો ઝટકો
Coastal Road: કોસ્ટલ રોડની સુરક્ષા સામે સવાલ: ૨૪ કલાક ખુલ્લો પણ ભેદી અંધકારને કારણે ડ્રાઇવરોમાં ચિંતા, દુર્ઘટનાનો ભય
Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Exit mobile version