Site icon

કોરોનાના નવા વેરિયન્ટનો ભય, મુંબઈ પાલિકા વિદેશથી આવતા પ્રવાસીઓ પર ખાસ નજર રાખશે; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

પ્રવાસીઓની સંખ્યા વધતી હોવાથી તેઓને ક્વોરન્ટાઇન કરવા માટે પાલિકાને ફાઇવ સ્ટાર હોટેલની વ્યવસ્થા કરવાની શરૃઆત કરી છે. ત્યાં તેઓને ક્વોરન્ટાઇન કરાશે. આ સિવાય ઓમિક્રોન વેરિયન્ટના કારણે મુંબઇમાં બધા વોર્ડ ઓફિસ અને વોર રૃમ, હોસ્પિટલ તેમજ જમ્બો કેન્દ્રમાં સતર્ક કરાયા છે.મુંબઇ મહાનગર પાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે અધિકારીઓને દૈનિક ૫૦ હજાર ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે. ઓમિક્રોનથી અસરગ્રસ્ત હોય એવા દેશોથી આવનારા કોવિડ ૧૯ના દરદીઓને અથવા પ્રવાસીઓને ક્વોરન્ટાઇન કરવા હોટેલ તથા જમ્બો સેન્ટરની વ્યવસ્થા કરવાની શરૃઆત કરાઇ  છે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાવે, બોત્સવાના, મોઝાંબિક અને અમુક મધ્ય પૂર્વ અને યુરોપી દેશોનો સમાવેશ ધરાવતા ઓમિક્રોનના અસરગ્રસ્ત દેશોથી આવેલા લોકોના નમૂના એકઠા કરવાનું કહેવામાં આવ્યું છે.કોઇપણ વાઇરસનો ઇન્ક્યુબેશન પિરિયડ ૨૧ દિવસનો હોય છે. તેથી આગામી ૧૫ દિવસ કોવિડ ફેલાવાની પ્રગતિ વિદેશી પ્રવાસીઓમાં જાેવા મળશે. ત્યા સુધી વિદેશથી આવતાં પ્રવાસીઓના નમૂના તપાસવામાં આવશે. કોવિડ પોઝીટીવ હોય એવા વિદેશી પ્રવાસીઓના નમૂના જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવે છે. ન્નો અહેવાલ તબક્કાવાર આપશે. આથી આગામી ૧૫ દિવસ માટે કસોટી છે. પ્રાપ્ત થનારા અહેવાલ પર ફરી આગળ નિયોજન કરાશે એમ પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું. દરમિયાન ઓમિક્રોન વેરિયન્ટના લીધે નિયમોનો કડક અમલ કરવાની શરૃઆત કરાઇ છે. મુંબઇમાં હજી ઓમિક્રોન સંસર્ગિત દરદી નોંધાયો નથી. એમ કાકાણીએ જણાવ્યું હતું. અત્યારે વિદેશથી આવતા પ્‌ રવાસીની કસીને તપાસ કરાય છે. તપાસ અને નમૂનાનું  નિદાન  અંગેનો અહેવાલ આગામી ૧૫  દિવસમાં મળશે એટલે આ દિવસો મહત્વના હશે એમ કાકાણીએ જણાવ્યું હતું. પોઝીટીવ મળી આવેલા દરદીના નમૂના જીનોમિક સિક્વેન્સિંગ લેબમાં મોકલવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે હોમ ક્વોરન્ટીન ફરજિયાત કરાયું. જાણો બીજી વિગતો અહીં. 

 

Mumbai: મોટા સમાચાર, મુંબઈની ઓસી વગરની સેંકડો સોસાયટીઓને મોટો ફાયદો! પહેલા છ મહિનામાં અરજી કરશો તો ‘નો પેનલ્ટી’
Maharashtra Government: મહારાષ્ટ્ર સરકારની અષ્ટવિનાયક યોજનાથી શ્રદ્ધા, પર્યટન અને અર્થતંત્રને વેગ મળશે.
Kapil Sharma controversy: મનસેએ કપિલ શર્માને આડા હાથે લીધો કહ્યું ‘મુંબઈને બોમ્બે કહેવાની હિંમત ન કરતા!’
Mumbai Hit and Run: મુંબઈના લાલબાગ નજીક હિટ-એન્ડ-રન: બે વર્ષની બાળકીનું મોત, ભાઈ ગંભીર રીતે ઘાયલ
Exit mobile version