Site icon

મુંબઈમાં મહિલાઓ માટે ખાસ રસીકરણ અભિયાન, આવતીકાલે શહેરના આ વેક્સિનેશન સેન્ટર પર માત્ર મહિલાઓને મળશે રસી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ તરફથી રસીકરણ માટે ઓછો પ્રતિસાદ મળ્યો હોવાથી બીએમસીએ  મહિલાઓ માટે ખાસ રસીકરણ અભિયાનનું આયોજન કર્યું છે. 

આ અભિયાન હેઠળ, તમામ સરકારી અને મ્યુનિસિપલ રસીકરણ કેન્દ્રો પર આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ સવારે 10.30 થી સાંજે 6.30 સુધી મહિલાઓ માટે રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે.

આમાં, મહિલાઓ સીધા રસીકરણ કેન્દ્રમાં જઈ કોરોના રસી લઈ શકશે. જોકે આ ખાસ અભિયાનને કારણે આવતીકાલ માટે ઓનલાઈન પ્રી-રજીસ્ટ્રેશન બંધ રહેશે.

મુંબઈમાં અત્યાર સુધી 47,13,523 મહિલાઓ અને 63,07,471 પુરુષોને રસી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં કુલ 401 રસીકરણ કેન્દ્રો છે, જેમાં BMC ના 283, મહારાષ્ટ્ર સરકારના 20 અને 98 ખાનગી કેન્દ્રોનો સમાવેશ થાય છે.

MeeToo ચળવળ ચીનમાં અસફળ રહી, જે સ્ત્રીએ આરોપો મૂક્યા હતા તે જ દંડાઈ; જાણો વિગત

Maharashtra Government: મહારાષ્ટ્ર સરકારની અષ્ટવિનાયક યોજનાથી શ્રદ્ધા, પર્યટન અને અર્થતંત્રને વેગ મળશે.
Kapil Sharma controversy: મનસેએ કપિલ શર્માને આડા હાથે લીધો કહ્યું ‘મુંબઈને બોમ્બે કહેવાની હિંમત ન કરતા!’
Mumbai Hit and Run: મુંબઈના લાલબાગ નજીક હિટ-એન્ડ-રન: બે વર્ષની બાળકીનું મોત, ભાઈ ગંભીર રીતે ઘાયલ
Mumbai Police: MTNL સ્ટાફનો દેખાવો કરીને ₹58 લાખના અંડરગ્રાઉન્ડ કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ
Exit mobile version