Site icon

Mumbai News : મલાડના રહેણાંક બિલ્ડિંગના મીટર બોક્સમાંથી નીકળ્યો 10 ફૂટ લાંબો અજગર, આ રીતે રેસ્ક્યુ કરાયો..

Mumbai News :ગત બુધવારે રાત્રે 8:30 આસપાસ મલાડ પશ્ચિમના કાચપાડા વિસ્તારમાં આવો જ 10 ફૂટ લાંબો રૉક અજગર જોવા મળ્યો હતો. વીજળીના મીટરના બોક્સમાં ફસાયેલા આ અજગરને સાપ મિત્ર અજિંક્ય પવારે સુરક્ષિત રીતે બચાવી લીધો હતો.

Mumbai News : 10-foot python found in building in Malad, Sarpamitra succeeded in catching this python

Mumbai News : 10-foot python found in building in Malad, Sarpamitra succeeded in catching this python

News Continuous Bureau | Mumbai 

Mumbai News : વરસાદ (rainy season) ની મોસમ દરમિયાન, ઘણા સાપ (Snake) છુપાઈ જવાની જગ્યા શોધે છે. મુંબઈ શહેર (Mumbai city) ના મલાડ ( Malad ) માં એક રહેણાંક વિસ્તારમાં આવો જ 10 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. આ અજગર બિલ્ડિંગના મીટર બોક્સમાં છુપાયેલો હતો. આ ઘટના મલાડના કાચપાડામાં બની હતી. બુધવારે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ આ બાબત સ્થાનિકોના ધ્યાન પર આવતાં જ તેઓએ સર્પમિત્રને ફોન કર્યો હતો. જોકે પહેલા લોકોને લાગ્યું કે તે સાપ છે.

Join Our WhatsApp Community

આ રીતે બચાવ્યો અજગરને

રેસ્ક્યૂ (Rescue) કોલ મળ્યા બાદ સર્પમિત્ર અજિંક્ય પવાર 10 મિનિટમાં જ ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યારે તેઓએ સાપને જોયો ત્યારે તેઓ સમજી ગયા કે તે સાપ નહીં પરંતુ અજગર છે. તે પછી, તેમણે અજગરને કોઈપણ પ્રકારની ઈજા કે વીજ કરંટ ન લાગે તેની પૂરી તકેદારી રાખીને 2 કલાકની અથાક મહેનત બાદ અજગરને બચાવ્યો અને તેને જીવનદાન આપ્યું. બાદમાં બોરીવલી (borivali) ના સંજય ગાંધી નેશનલ પાર્ક (SGNP) ના વન અધિકારીઓને સોંપી દીધો. સર્પમિત્ર અંજિક્ય પવારે જણાવ્યું હતું કે તે રોક પાયથન ( Indian Rock Python) ની પ્રજાતિનો છે. ભારતીય રોક અજગર જંગલોમાં ક્લાઇમ્બર્સ તરીકે જાણીતા છે કારણ કે તેઓ સરળતાથી વૃક્ષો અને ખડકોની સપાટી પર પણ ચઢી શકે છે. તે અહીં રહેણાંક વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાંથી આવ્યો હોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Liquor Policy Case: જેલમાં બંધ મનીષ સિસોદિયાની રાહ થઈ લાંબી, સુપ્રીમ…

આ રીતે કરે છે તે શિકાર

રોક પાયથન વિશ્વમાં દરેક જગ્યાએ જોવા મળે છે. આ સાપ સૌથી મોટી બિન-ઝેરી સાપની પ્રજાતિ છે. આ જાતિનું વૈજ્ઞાનિક નામ પાયથોન મોલુરસ છે. તેને રોક પાયથોન પણ કહેવામાં આવે છે. આ સાપ લંબાઈમાં 16 ફૂટ સુધી વધે છે. આ સાપની ખાસિયત એ છે કે તે પહેલા શિકાર પર ત્રાટકે છે અને તેને પકડી લે છે. તે પછી, શિકારને જકડી લે છે. તે શિકારને એવી રીતે જકડી લે છે કે તે હલનચલન કરી શકતો નથી અથવા શ્વાસ પણ લઈ શકતો નથી. પછી તેને માથાની બાજુથી ગળી જવાનું શરૂ કરે છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version