Site icon

Mumbai News : ચાલુ કારની બહાર લટકીને યુવકે કર્યો ખતરનાક સ્ટંટ… અન્ય લોકોના જીવ મુક્યા જોખમમાં; જુઓ વાયરલ વીડિયો

Mumbai News :મુંબઈના વ્યસ્ત રોડ પર મોડી રાત્રે નશામાં સ્ટંટ કરનાર કાર ચાલકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી અંધેરી-ઘાટકોપર લિંક રોડ પર ડ્રેગન ફ્લાયઓવર પાસે દારૂના નશામાં ચાલતી કારના દરવાજા પર લટકીને સ્ટંટ કરી રહ્યો હતો.

Mumbai News Drunken stunt ends in crash; viral video leads to arrest in Mumbai’s Andheri

Mumbai News Drunken stunt ends in crash; viral video leads to arrest in Mumbai’s Andheri

News Continuous Bureau | Mumbai 

Mumbai News : મુંબઈમાં છેલ્લા ઘણા મહિનાઓથી નશામાં ડ્રાઈવિંગના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરી રહી છે, પરંતુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ ઓછા થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પૂણે પોર્શ કાર અકસ્માત અને BMW અકસ્માત બાદ મુંબઈથી ડ્રિંક એન્ડ ડ્રાઈવનો મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવક દારૂના નશામાં વાહન ચલાવતો અને રસ્તા પર સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 

Join Our WhatsApp Community

Mumbai News : જુઓ વિડીયો 

 

Mumbai News :લોકોના જીવ જોખમમાં મૂક્યા

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે યુવક દારૂના નશામાં ડ્રાઈવિંગ કરતી વખતે સ્ટંટ કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક કારના ગેટ પર લટકી રહ્યો છે અને સ્ટિયરિંગ ફેરવતી વખતે અહીં-ત્યાં ડ્રાઇવિંગ કરી રહ્યો છે. ઘટના દરમિયાન, તેની કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલા વાહનોને અથડાયા પછી અટકી જાય છે. કાર રોકાતા જ નજીકમાં ઉભેલા લોકોએ યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

Mumbai News : રોડ પર કાર સ્ટંટ કરતા યુવકની ધરપકડ

પોલીસના જણાવ્યાનુસાર આરોપીની વિરારનો રહેવાસી છે અને તે ટૂરિસ્ટ વાન ચલાવે છે. ગત 30 જુલાઇના રોજ દારૂના નશામાં ડ્રાઈવિંગ કરતી વખતે તેણે રોડ પર સ્ટંટ કર્યો હતો. આરોપીની કાર પાછળ દોડતી બીજી કારમાં બેઠેલા કેટલાક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. પોલીસે યુવક વિરુદ્ધ કેસ નોંધ્યો અને તેણે કપૂર હોસ્પિટલમાં તેની મેડિકલ તપાસ કરાવી. જ્યાં યુવક દારૂના નશામાં હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસે જણાવ્યું કે આ મામલો અંધેરી-ઘાટકોપર લિંક રોડનો છે. પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં યુવકની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનામાં ડ્રાઈવરે પોતાનો જીવ તેમજ અન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો  : Hoarding Collapse : વધુ એક હોનારત, ઘાટકોપર બાદ અહીં વિશાળ હોર્ડિંગ તૂટી પડ્યું; વાહનોને નુકસાન. જુઓ વિડીયો..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version