Site icon News Continuous Bureau | Mumbai

Mumbai news : મંત્રાલયની બિલ્ડીંગમાં ફરી આત્મહત્યાનો પ્રયાસ… યુવક ઉપરના માળેથી કૂદી પડ્યો; જુઓ વિડીયો..

Mumbai news : મુંબઈમાં મહારાષ્ટ્ર સરકારના વહીવટી મુખ્યાલય, મંત્રાલયમાં એક વ્યક્તિએ કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. જોકે, મંત્રાલયમાં લગાવવામાં આવેલી સેફ્ટી નેટને કારણે તેનો જીવ બચી ગયો..

Mumbai news Man Attempts Suicide, Jumps From Upper Floor Of Mantralaya, Lands In Safety Net

Mumbai news Man Attempts Suicide, Jumps From Upper Floor Of Mantralaya, Lands In Safety Net

 News Continuous Bureau | Mumbai

Mumbai news : આજે ફરી એકવાર મુંબઈમાં મંત્રાલય બિલ્ડીંગના ઉપરના માળેથી કૂદી પડવાની ઘટના સામે આવી છે. મળતી માહિટી મુજબ આજે બપોરે એક વ્યક્તિએ કથિત રીતે મંત્રાલય બિલ્ડિંગમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મંત્રાલયમાં લગાવવામાં આવેલી સેફ્ટી નેટને કારણે તેનો જીવ બચી ગયો હતો. હાલ મુંબઈ પોલીસે વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરી રહી છે.

Join Our WhatsApp Channel

Mumbai news  મંત્રાલય બિલ્ડિંગના ઉપરના માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો કર્યો 

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બપોરે એક વ્યક્તિએ કથિત રીતે મંત્રાલય બિલ્ડિંગના ઉપરના માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડિયોમાં, વ્યક્તિ મંત્રાલયની ઇમારતની જાળી પર તેના હાથમાં કેટલાક દસ્તાવેજો પકડીને જોવા મળે છે. બાદમાં કેટલાક પોલીસકર્મીઓ તેને સુરક્ષા જાળમાંથી હટાવીને પોલીસ સ્ટેશન લઈ જાય છે.

Mumbai news જુઓ વિડીયો 

Mumbai news આ કારણે નથી અપ્રિય ઘટના બની 

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી વ્યક્તિ કોઈ વાતને લઈને નારાજ હતો. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર એક વ્યક્તિએ મંત્રાલયની ઈમારત પરથી કૂદકો માર્યો હતો. તે બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી સેફ્ટી નેટ પર પડ્યો હતો, જેથી કોઈ અપ્રિય ઘટના બની ન હતી અને તે સુરક્ષિત છે. વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:  Kangana Ranaut Slapped: પંગા કવીન કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF એ ગાર્ડે માર્યો લાફો; જુઓ વિડીયો..

મહત્વનું છે કે દક્ષિણ મુંબઈમાં સ્થિત મંત્રાલય, ભવન મહારાષ્ટ્ર સરકારનું મુખ્યાલય છે. અગમચેતીના ભાગરૂપે, આત્મહત્યાના પ્રયાસોને રોકવા માટે મંત્રાલયની ઇમારતમાં સુરક્ષા જાળીઓ લગાવવામાં આવી છે. થોડા વર્ષો પહેલા એક વ્યક્તિએ આત્મહત્યા કર્યા પછી બિલ્ડિંગની લોબીની બહાર નાયલોન સેફ્ટી નેટ લગાવવામાં આવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai FDA Suspends Hotel Licenses FDAની લાલ આંખ, ફૂડ સેફ્ટી નિયમોના ઉલ્લંઘન બદલ મુંબઈની ચાર જાણીતી હોટેલોના લાયસન્સ સસ્પેન્ડ
Metro 4 and 4A Thane ટ્રાફિકના જામમાંથી મળશે મુક્તિ! ‘મેટ્રો ૪’ અને ‘૪A’ના ગાયમુખકેડબરી જંક્શન રૂટને મળી લીલી ઝંડી, જાણો ક્યારથી શરૂ થશે સેવા
Mumbai Mega Block Weekend ઘરની બહાર નીકળતાં પહેલાં ખાસ વાંચો, રવિવારે મુંબઈમાં ત્રણેય રેલવે લાઇન પર મેગાબ્લોક, અનેક લોકલ ટ્રેનો થશે રદ
Disha Salian Case Aaditya Thackeray મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેનો હાઈકોર્ટમાં પલટવાર, લગાવ્યા ગંભીર આરોપ
Exit mobile version