News Continuous Bureau | Mumbai

Mumbai News : હવે પાળતું પ્રાણીઓની થશે સન્માનપૂર્વક અંતિમવિધિ, મલાડમાં શરૂ થઈ અગ્નિદાહ સુવિધા..

Mumbai News : સામાન્ય રીતે જ્યારે પણ કોઈ પાળતુ પ્રાણી અથવા રખડતું પ્રાણી મૃત્યુ પામે છે, ત્યારે તેને ખેતરમાં અથવા ખાલી જમીન પર દફનાવવામાં આવે છે. જો કે, કેટલીકવાર રખડતા પ્રાણીઓના અગ્નિસંસ્કાર માટે કોઈ વ્યવસ્થા હોતી નથી, ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ હવે આ લોકોની મુશ્કેલી દૂર કરવા અને રાહત આપવા મલાડમાં અત્યાધુનિક અગ્નિસંસ્કારની વ્યવસ્થા કરવામાં આવી છે.

Mumbai News- Mumbai- BMC Starts A First-Of-Its-Kind Pet Cremation Facility At Malad.jpg

News Continuous Bureau | Mumbai

Mumbai News : પાળતુ પ્રાણીઓ માટે સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર આપનારું મુંબઈ દેશનું ( Mumbai  ) પ્રથમ શહેર મલાડમાં ( Malad ) પાલતુ પ્રાણીઓ ( Pet Animals ) માટે વૈજ્ઞાનિક અને ઇકો-ફ્રેન્ડલી સ્મશાન વ્યવસ્થા મુંબઈના પ્રાણી પ્રેમીઓ અને નાગરિકોએ સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ – સાંસદ શ્રી. ગોપાલ શેટ્ટી દ્વારા અપીલ નાના પાળતુ પ્રાણીઓ માટે શબઘર સુવિધા ( Pet Cremation Facility ) પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

Join Our WhatsApp Channel

રખડતા પ્રાણીઓ તેમજ પાલતુ પ્રાણીઓના મોત બાદ તેમના નિકાલ અને અંતિમ વિધિ માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ હવે આ લોકોની મુશ્કેલી દૂર કરવા અને રાહત આપવા મલાડમાં અત્યાધુનિક અગ્નિસંસ્કારની વ્યવસ્થા કરવામાં આવી છે.

કુદરતી ગેસ આધારિત દહનની સુવિધા

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ( BMC  ) મલાડમાં નાના પાળતુ પ્રાણી અને રખડતા પ્રાણીઓ જેવા કે બિલાડી, કુતરા વગેરેને તેમના મૃત્યુ પછી સન્માનજનક અંતિમ સંસ્કારની સુવિધા પૂરી પાડી છે. નેચરલ ગૅસ (પીએનજી) આધારિત દહનની સુવિધા આપનારું મુંબઈ એ દેશનું પહેલું શહેર બની ગયું છે. જ્યાં લોકો તેમના પાલતુ પ્રાણીઓના મૃતદેહને અગ્નિદાહ આપી શકશે. આ ઉપરાંત અન્ય રખડતાં પ્રાણીઓના અગ્નિદાહ પણ અહીં થઈ શકશે. આ સેવા વિનામૂલ્ય હશે. સાંસદ શ્રી ગોપાલ શેટ્ટીએ અપીલ કરી હતી કે આ સેવા નિ:શુલ્ક છે અને પ્રાણી પ્રેમીઓ અને મુંબઈના નાગરિકોએ આ સુવિધાનો ઉપયોગ વૈજ્ઞાનિક અને પર્યાવરણને અનુકૂળ રીતે નાના પાળતુ પ્રાણીઓના અગ્નિસંસ્કાર માટે કરવો જોઈએ.

 

Mumbai News- Mumbai- BMC Starts A First-Of-Its-Kind Pet Cremation Facility At Malad.jpg

આ પદ્ધતિ શાસ્ત્રોક્ત અને પર્યાવરણપૂરક

મ્યુનિસિપલ વેટરનરી હેલ્થ ડિપાર્ટમેન્ટ અને પી – નોર્થ ડિવિઝન ઑફિસના સંયુક્ત પ્રયાસો દ્વારા મલાડ (વેસ્ટ)માં એવરશાઈન નગરમાં પાળેલા પ્રાણીઓના અંતિમસંસ્કાર માટે દહનની સુવિધા કરવામાં આવી છે. નેચરલ ગૅસ આધારિત દહન ટૅક્નોલૉજીની આ પદ્ધતિ શાસ્ત્રોક્ત અને પર્યાવરણપૂરક છે. શુક્રવારે મલાડમાં સ્થાનિક સાંસદ ગોપાલ શેટ્ટી દ્વારા ઉપયોગ માટે સુવિધાને ખોલવાનો એક નાનકડો સમારોહ યોજાયો હતો. સાથે તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે મુંબઈની આવી નવીન નાગરિક સેવાઓ અને પહેલ રાષ્ટ્રીય સ્તરે અનુકરણ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai : મુંબઈના આ વિસ્તારમાં ફૂટપાથ થયો ધરાશાયી, છ બાઇક ગટરમાં સરી પડી..

મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર (સ્પેશિયલ) સંજોગ કાબરે, પી નોર્થ ડિવિઝનના આસિસ્ટન્ટ કમિશનર કિરણ દિઘાવકર, વેટરનરી હેલ્થ ડિપાર્ટમેન્ટના વડા, દેવનાર કતલખાનાના જનરલ મેનેજર ડૉ. કાલિમપાશા પઠાણ, રાજ્યના પશુપાલન નાયબ કમિશનર શૈલેષ પેઠે, આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડો. સચિન કુલકર્ણી, વરિષ્ઠ વેટરનરી ઓફિસર ડો. મનોજ માને, ડૉ. યોગેશ વાનખેડે અને વેટરનરી ઓફિસર ડો.રાહુલ રાઠોડ વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ શ્રી ગોપાલ શેટ્ટીએ ( MP Gopal Shetty ) પશુ ચિકિત્સા વિભાગના તત્કાલિન વડા સ્વર્ગસ્થ ડૉ. યોગેશ શેટ્ટેના પરિવારનું સન્માન કર્યું, જેમણે પાળેલા પ્રાણીઓના અગ્નિસંસ્કારની સુવિધા માટે પહેલ કરી હતી. તેમજ ઉપસ્થિત પશુ મૈત્રીપૂર્ણ સંસ્થાઓના પ્રતિનિધિઓનું પણ પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રાણીપ્રેમીઓની આ માંગ પૂરી થઈ

વર્ષોથી પ્રાણીપ્રેમી તરફથી મૃત પ્રાણીઓની શાસ્ત્રોક્ત દહન સુવિધા માટે માગણી કરવામાં આવી રહી હતી, જે આખરે પૂરી થઈ છે. આ દહન વ્યવસ્થા માટે ઈંધણના સ્વરૂપમાં ગૅસનો પુરવઠો મહાનગર ગૅસ લિમિટેડના માધ્યમથી કરવામાં આવશે. બહુ જલદી અહીં નાના પાળેલા પ્રાણીઓ માટે મૉર્ચ્યુરીની પણ સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવવાની છે. આ સુવિધા મલાડમાં ઉપલબ્ધ છે, છતાં તેનો ઉપયોગ પશ્ચિમ ઉપનગર સહિત સમગ્ર મુંબઈના પ્રાણીપ્રેમીઓ તેમના પાળેલા પ્રાણીઓના અંતિમસંસ્કાર માટે કરી શકશે. આ સુવિધા દરરોજ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે, જેથી નાગરિકો તેનો વ્યાપક અને સરળતાથી ઉપયોગ કરી શકશે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Districts Renamed : શિંદે સરકારે પોતાનું વચન પાળ્યું. ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલાયા, હવે આ નામે ઓળખાશે..

સ્મોલ પેટ કમ્બશન ફેસિલિટી પ્રોજેક્ટ વિશે સંક્ષિપ્ત માહિતી-

1. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મલાડ (વેસ્ટ)માં એવરશાઈન નગરમાં કેટલ પોન્ડ ઓફિસમાં નાના પાળતું પ્રાણીઓના વૈજ્ઞાનિક અને પર્યાવરણને અનુકૂળ અગ્નિસંસ્કાર માટે સુવિધા પૂરી પાડી છે.
2. આ સુવિધા મૃત નાના પ્રાણીઓ જેવા કે પાળેલા અને રખડતા કૂતરા, બિલાડી વગેરેના અગ્નિસંસ્કાર માટે ઉપલબ્ધ હશે.
3. આ દહન સેવા નિ:શુલ્ક આપવામાં આવશે.
4. આ દહન સુવિધાનો સમય સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે.
5. આ દહન સુવિધાની ક્ષમતા 50 કિગ્રા પ્રતિ કલાક છે.
6. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપલબ્ધ કરાયેલી આ પ્રકારની પ્રથમ વ્યવસ્થા છે.
7. પાળેલા પ્રાણીઓના અંતિમસંસ્કાર માટે 88738-87364 નંબર પર સંપર્ક કરી શકાશે.
8. પ્રાણીના અગ્નિસંસ્કાર માટે મ્યુનિસિપલ અથવા ખાનગી રજિસ્ટર્ડ વેટરનરી ઓફિસરનું મૃત્યુ પ્રમાણપત્ર જરૂરી છે.
9. જો તમારી પાસે પાલતુ (કૂતરો) હોય, તો મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી કૂતરાનું લાઇસન્સ જરૂરી છે.
10. નાગરિકોએ ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ/પાન કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ/રેશન કાર્ડમાંથી એક અને પાસપોર્ટ/વાહન લાયસન્સ (ડ્રાઇવિંગ લાયસન્સ)/વીજળી બિલ/પાણી બિલમાંથી એક ઘરનું સરનામું તરીકે સબમિટ કરવું આવશ્યક છે.
11. જો તમે પ્રાણી પ્રેમી છો, તો તમારે વાઈલ્ડલાઈફ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ કોઈપણ ઓળખ પત્ર રજૂ કરવું પડશે.
12. 5 વર્ષ સુધી કમ્બશન સિસ્ટમની જાળવણી અને સંચાલન. અનિતા ટેસ્કોટ ઈન્ડિયા પ્રા. લિ. ને સોંપવામાં આવી છે.

Mumbai। મંત્રી ગિરીશ મહાજન સામે મહિલાનો આક્રોશ ટ્રાફિક જામ મુદ્દે પોલીસ અને તંત્રની પોલ ખોલી
Chembur Property Scam। ચેમ્બુરમાં મિલકત પચાવી પાડવાનું કૌભાંડ નકલી ‘રિલીઝ ડીડ’ બનાવી વૃદ્ધાની દુકાન વેચી મારી
Tardeo Accident। તાડદેવમાં પૂરઝડપે આવતા બાઈકે વૃદ્ધનો જીવ લીધો હોટલ મેનેજરની ધરપકડ
Saki Naka Crime। સાકીનાકામાં પ્રેમીની ગદ્દારી પ્રેમિકાએ આર્થિક મદદનો ઇનકાર કરતા પ્રેમીએ જ ઘરમાં કર્યો લાખોની ચોરીનો હાથફેરો
Exit mobile version