Site icon News Continuous Bureau | Mumbai

Mumbai News : ગોખલે પુલ પછી સાયન રેલવે સ્ટેશન નજીક આવેલ 110 વર્ષ જુના બ્રિજ પર પડશે હથોડો..

Mumbai News : સેન્ટ્રલ રેલવે અને રેલવે લાઇન પર સાયન રેલવે સ્ટેશન નજીક આવેલ 110 વર્ષ જૂના બ્રિટિશ સમયના ફ્લાયઓવર પર ટૂંક સમયમાં હથોડો પડશે.

Mumbai News : Sion bridge to be demolished to make way for two new rail lines

Mumbai News : Sion bridge to be demolished to make way for two new rail lines

News Continuous Bureau | Mumbai 

Mumbai News : સાયન રેલવે સ્ટેશન (Sion Railway Station) ને અડીને આવેલા 110 વર્ષ જૂના બ્રિટિશ યુગના રેલવે બ્રિજ (Railway Bridge) પર ટૂંક સમયમાં હથોડો પડશે. વાહનો માટે 1912માં બનેલો આ પુલ જર્જરિત થઇ ગયો છે. આ પુલ પરથી દરરોજ દોઢ લાખથી વધુ વાહનો પસાર થાય છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. તેમજ સેન્ટ્રલ રેલવે (Central Railway) ની પાંચમી અને છઠ્ઠી લાઇનને ( rail lines )  બ્રિજની નીચેથી પસાર કરવા માટે જગ્યા બનાવવા માટે ઉપરોક્ત બ્રિજને તોડીને નવો બ્રિજ ( new bridge ) બનાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે તેના માટે 50 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી હતી કે, બાંદ્રા-કુર્લા સંકુલ (BKC), કુર્લા એલબીએસ માર્ગ (LBS Road), ધારાવી (Dharavi) અને સાયન ને જોડતા સાયન સ્ટેશનની સીએસએમટી દિશામાં ફ્લાયઓવર ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે સાયન બ્રિજ બંધ કરતા પહેલા અહીંથી ટ્રાફિક કેવી રીતે ડાયવર્ટ કરવો, રેલવેએ બ્રિજ હટાવવા માટે મેગા બ્લોક લેવો પડશે. તેના આયોજન માટે અનંત ચતુર્દશી પછી મધ્ય રેલવે અને ટ્રાફિક પોલીસ વિભાગની બેઠક યોજાશે. આ સંયુક્ત બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : WhatsApp Ends Support : 24 ઓક્ટોબર પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે વોટ્સએપ, ચેક કરી લો ફોનનુ લિસ્ટ..

આવો હશે નવો બ્રિજ

હાલનો પુલ લગભગ 35 મીટર પહોળો છે અને તેની નીચે બે થાંભલા છે. તેની એક તરફ ધીમી ટ્રેન માટે બે ટ્રેક અને બીજી બાજુ ઝડપી ટ્રેનો માટે બે ટ્રેક છે. રેલવે અહીં વધુ બે ટ્રેક નાખવાનું આયોજન કરી રહી હોવાથી નવા બ્રિજની લંબાઈ લગભગ 51 મીટર હશે, જ્યારે રેલવે ટ્રકથી બ્રિજની ઊંચાઈ લગભગ 5.4 મીટર રાખવામાં આવશે. તેથી, ભવિષ્યમાં ટ્રેકની ઊંચાઈ વધારવાનું શક્ય બનશે.

FIR Against Aaditya And Amit Thackeray મુંબઈના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન બન્યું ભારે! પોલીસે આદિત્ય અને અમિત ઠાકરે વિરુદ્ધ નોંધી FIR શું થશે ધરપકડ?
Geeta Rabari Navratri 2026 – નવરાત્રી પર્વ 2026: બોરિવલીમાં ‘કચ્છી કોયલ’ના રણકાર પર હિલોળે ચડ્યું કોરાકેન્દ્ર: પહેલો દિવસ સુપરહિટ, મેદાન હાઉસફુલ, તમામ ટિકિટો સોલ્ડ આઉટ!
Habitual Thief Arrested Andheri અંધેરીમાં મેડિકલ સ્ટોરમાંથી મોબાઈલ ચોરનાર રીઢો તસ્કર ઝડપાયો 21 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો
Illegal CDR Racket Busted Crime Branch ગેરકાયદે CDR સપ્લાય કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે બે પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 આરોપીઓની કરી ધરપકડ
Exit mobile version