News Continuous Bureau | Mumbai
Mumbai News :દેશની સૌથી લોકપ્રિય 7 સીટર કાર Ertiga સાથે જોડાયેલો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાસ્તવમાં, મુંબઈની વિશ્વ પ્રસિદ્ધ તાજ હોટલની અંદર એક જ મોડલની બે કાર જોવા મળી, જેની નંબર પ્લેટ પણ MH01-EE-2388 એક જ. ઓરિજિનલ રજિસ્ટ્રેશન નંબર ધરાવતો કાર માલિક આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો.
સામાન્ય રીતે ટ્રાફિક નિયમો અનુસાર, બે કારનો એક જ રજિસ્ટ્રેશન નંબર હોઈ શકે નહીં. કારના માલિક સાકિર અલીને શંકા હતી કે બીજી કારનો નંબર નકલી છે. તેણે આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને કાર કબજે કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી.
Mumbai News : લોન કંપનીથી બચવા માટે કર્યું આ કામ
અહીં પોલીસે અન્ય કાર માલિક પ્રસાદ કદમ (40)ની પૂછપરછ કરી. તેણે જણાવ્યું કે તે નવી મુંબઈમાં રહે છે. તેણે દાવો કર્યો હતો કે તે જે નંબરની કાર ચલાવી રહ્યો હતો તે તેની હતી. પોલીસે વધુ તપાસ કરતાં કદમ પાસે નકલી નંબરવાળી કાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની કડક પૂછપરછ કરતાં લોન કંપનીથી બચવા માટે કદમે તેની કારની નંબર પ્લેટ બદલાવી હોવાનું બહાર આવ્યું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ તૈયાર રહેજો.. શહેરમાં વધશે ઠંડીનું જોર; તાપમાનમાં થશે ઘટાડો. જાણો હવામાન વિભાગનો વર્તારો
પૂછપરછ માં તેણે કહ્યું કે લોન કંપનીએ તેની સામે કેસ દાખલ કર્યો છે કારણ કે તે છેલ્લા ત્રણ વખતથી કારના હપ્તા ચૂકવી શક્યો ન હતો. કાર્યવાહીથી બચવા તેણે અજાણી નંબર પ્લેટ ખરીદીને પોતાની કારમાં લગાવી દીધી હતી. કદમના નિવેદનના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. કોલાબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Mumbai News :ઈ-ચલાન ભરવા માટે મેસેજ આવી રહ્યા હતા
દક્ષિણ મુંબઈના રહેવાસી સાકિર અલીને ટ્રાફિક પોલીસ તરફથી વિવિધ સ્થળોએ ઈ-ચલણ ચૂકવવાના સંદેશા મળી રહ્યા હતા. આનાથી તે આશ્ચર્યમાં પડી ગયો. તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું. દરમિયાન, સોમવારે અચાનક તેણે તાજ હોટલ પાસે તેની કાર જેવો જ રજીસ્ટ્રેશન નંબર ધરાવતી બીજી કાર જોઈ. તેણે આ અંગે ટ્રાફિક પોલીસને જાણ કરી, ત્યારબાદ નકલી નંબર સાથેનો આરોપી કાર માલિક ઝડપાઈ ગયો અને સમગ્ર મામલો સામે આવ્યો.