Site icon

મુંબઈ મહાનગરપાલિકાની ચિંતા વધી! શહેરમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી, છેલ્લા ૨૪ કલાકમાં આટલા નવા કેસ સામે આવ્યા; જાણો આજના તાજા આંકડા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો. પરંતુ આજે ફરી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,149 નવા કેસ સામે આવ્યા છે. મંગળવારની તુલનામાં કેસોમાં થોડો વધારો થયો છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક દર્દીઓની સંખ્યામાં વધારો થતા સરકાર ચિંતામાં મૂકાઈ છે. 

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 6,149 નવા કોરોના કેસ નોંધાયા છે અને 7 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને  1,011,967 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,476 થઈ ગયો છે. આ દરમિયાન 12,810 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે 9,48,744  પર પહોંચી ગઈ છે.  આ દરમિયાન રિકવર થવાનું પ્રમાણ વધીને 94 ટકા થયું છે. જ્યારે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને 61 દિવસ થયો છે. 

મુંબઈમાં મંગળવારે 47,700 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 6,149 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 575 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. 38 હજાર 116 બેડમાંથી માત્ર 5,265 બેડનો ઉપયોગ થયો છે. શહેરમાં 52 બિલ્ડીંગને સીલ કરાઈ છે. ત્યાં પાંચ અને પાંચ કરતાં વધુ કોરોનાના દર્દી છે. જોકે શહેરમાં ઝૂંપડપટ્ટી અને ચાલીઓ કોરોનાના ખાસ દર્દી ન હોવાથી તે કન્ટેનમેન્ટ ઝોન થી મુક્ત છે.

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version