Site icon News Continuous Bureau | Mumbai

Mumbai News: મુંબઈમાં કાળઝાળ ગરમીના કારણે સુકાઈ રહ્યા છે જળાશયો, મુંબઈગરાઓ પર પાણી કાપ લટકતી તલવાર..

Mumbai News: એક તરફ વધતા તાપમાન અને કાળઝાળ ગરમીના કારણે મુંબઈગરાઓ પરેશાન થઈ ગયા છે. તો બીજી તરફ ઉનાળામાં મુંબઈગરાઓ પર પાણી કાપની તલવાર લટકી રહી છે. કારણ કે મુંબઈને પાણી પૂરું પાડતા 7 જળાશયોના જળસંગ્રહમાં ઘટાડો નોંધાયો છે.

Mumbai News water Crisis Looms As Water Level Drops Below 20% in 7 dams in mumbai

Mumbai News water Crisis Looms As Water Level Drops Below 20% in 7 dams in mumbai

News Continuous Bureau | Mumbai 

Mumbai News: રાજ્યભરમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં આકરી ગરમીના કારણે મુંબઈને પાણી પુરૂ પાડતા જળાશયો ઝડપથી સુકાઈ રહ્યા છે. જેના કારણે મુંબઈગરાઓ પર પાણી કાપની તલવાર લટકી રહી છે. ( Mumbai water shortage ) 

Join Our WhatsApp Channel

Mumbai News:મુંબઈમાં 10 થી 15 ટકા પાણીકાપનું સંકટ

પ્રાપ્ત માહિતી અનુસાર  મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં અત્યારે માત્ર 19 ટકા પાણી બચ્યું છે અને ગયા વર્ષની સરખામણીમાં આ અનામત લગભગ સાત ટકા ઓછું છે. દરમિયાન, હવામાન વિભાગે ચેતવણી પણ આપી છે કે આગામી કેટલાક દિવસો સુધી આવી જ ‘ગરમી’ જેવી સ્થિતિ ચાલુ રહેશે, જેના કારણે મુંબઈમાં 10 થી 15 ટકા પાણીકાપનું સંકટ ઉભું થયું છે. ( Mumbai water level )

Mumbai News: મુંબઈને આ સાત ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. 

જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મહત્વનું છે કે મુંબઈને અપર વૈતરણા, મધ્ય વૈત્રાણા, મોડક સાગર, ભાતસા, તાનસા, તુલસી અને વિહાર નામના સાત ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. ( Mumbai water dams )

Mumbai News: મુંબઈને પાણી પૂરું પાડતા ડેમમાં પાણીનો સંગ્રહ –

– અપર વૈતરણા- 18.56 ટકા

–  મધ્ય વૈતરણા – 9.66 ટકા

– મોડક સાગર – 24.27 ટકા

– તાનસા – 35.87 ટકા

– ભાતસા – 18 ટકા

– વિહાર – 32.66 ટકા

– તુલસી – 37. 67 ટકા

આ સમાચાર પણ વાંચો : આજે મુંબઈના વરલીના NSCI સ્ટેડિયમ ખાતે, જૈન મુનિ અજીતચંદ્ર સાગર મહારાજની સરસ્વતી સાધના; જુઓ લાઈવ

Mumbai News: મુંબઈકરોની ચિંતા વધી 

મુંબઈને પાણી પહોંચાડતા સાતેય ડેમમાં પાણીનો સંગ્રહ ઘટવાથી મુંબઈકરોની ચિંતા વધી ગઈ છે. જેના કારણે પાણીની તંગી ( Mumbai water cut ) સર્જાવાની સંભાવના છે. પરંતુ મુંબઈ મ્યુનિસિપલ પ્રશાસને હજુ સુધી પાણી કાપના કોઈ સંકેત આપ્યા નથી. પરંતુ મુંબઈકરોને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ વહીવટીતંત્ર ડેમમાં પાણીના સંગ્રહની સમીક્ષા કરે છે અને પછી પાણી ઘટાડવા અંગે નિર્ણય લે છે. હવે આ ડેમમાં પાણીનો સંગ્રહ ઓછો થયો છે ત્યારે પાલિકા શું નિર્ણય લે છે તેના પર સૌનું ધ્યાન કેન્દ્રિત છે.

Kalyan CSMT Fast AC Local Door Malfunction કલ્યાણCSMT ફાસ્ટ AC લોકલના તમામ દરવાજા બંધ રહેતા હંગામો, માત્ર એક જ દરવાજો ખુલતા ઉમટી ભારે ભીડ
Mumbai Police Praiseworthy Action મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી પેડર રોડ પરથી મળ્યો ૧ વર્ષથી ગુમ થયેલો વ્યક્તિ; પરિવાર સાથે કરાવ્યું મિલન
Cuffe Parade Police ચાલુ ટ્રેનમાંથી ૪ રાજ્યોનો શાતીર વાહનચોર પકડાયો, કફ પરેડ પોલીસનું ગુજરાતમાં ગુપ્ત ઓપરેશન સફળ
BMC Beach Cleanliness Drive કુદરતનો વળતો પ્રહાર.. મનુષ્યે દરિયામાં ફેંકેલો કચરો ઉંચી ભરતીમાં પાછો આવ્યો; જુહૂ બીચ પરથી સૌથી વધુ કચરો મળ્યો
Exit mobile version