Site icon News Continuous Bureau | Mumbai

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ NIAની રડાર પર, એજન્સીએ છોટા શકીલના સાળા સહિત અન્ય ત્રણ લોકોને લીધા અટકાયતમાં; જાણો વિગતે..

NIA Case: NIA case against Dawood Ibrahim, aides, Key accused's house attached under UAPA as 'proceeds of terrorism

NIA Case: NIA case against Dawood Ibrahim, aides, Key accused's house attached under UAPA as 'proceeds of terrorism

 News Continuous Bureau | Mumbai

મુંબઈમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA) આજે સવારથી દરોડા પાડી રહી છે. NIAએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ(Underworld don Dawood Ibrahim)ના નજીકના મિત્રોના 20થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAએ નાગપાડા, ગોરેગાંવ, બોરીવલી, સાંતાક્રુઝ, મુંબ્રા, ભીંડી બજાર અને અન્ય વિસ્તારોમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Underworld don Dawood Ibrahim)ના સહયોગીઓના સ્થળો પર આ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે અત્યાર સુધીમાં કેટલાક લોકોની અટકાયત પણ કરી છે.  

Join Our WhatsApp Channel

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, NIAએ દરોડા દરમિયાન છોટા શકીલ(Chota Shakeel)ના સાળા સલીમ ફ્રુટ(Salim Fruit)ને દક્ષિણ મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં સ્થિત તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. સલીમ ફ્રુટ્સના ઠેકાણા પર દરોડા દરમિયાન મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. આ સાથે NIAએ સુહેલ ખંડવાની(Suhail Khandwani)ની અટકાયત કરી છે, જે માહિમ દરગાહ અને હાજી અલી દરગાહના મેનેજીંગ ટ્રસ્ટી છે. એજન્સીએ બાંદ્રાના ડેલાઇટ એપાર્ટમેન્ટમાંથી સમીર અંગોરાની પણ અટકાયત કરી છે. આ સિવાય કયૂમ નામના વ્યક્તિને માહિમ વિસ્તારમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં સૌ કોઈને મળશે પાણી, આજથી આવશે આ નવી પોલિસી અમલમાં.. જાણો વિગતે.

દાઉદ સાથે જોડયેલા ઘણા હવાલા ઓપરેટર્સ, રિયલ એસ્ટેટ મેનેજર અને ડ્રગ સ્મગલર્સ પણ NIAના રડાર પર છે. તપાસ એજન્સીએ કહ્યું કે તેણે ફેબ્રુઆરીમાં દાઉદ સાથે સંકળાયેલા હવાલા ઓપરેટરો અને ડ્રગ પેડલર્સ સામે કેસ નોંધ્યો હતો. આ એ જ કેસ છે જેમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ગયા મહિને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. NIA કેસના આધારે, EDએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો અને મલિકની ધરપકડ કરવામાં આવી હતી.

Mumbai Digital Arrest Scam કેમેરા સામે બેસાડીને ₹૩.૦૨ કરોડ લૂંટી લીધા! વૃદ્ધાને NIAATS નો ખોફ બતાવી ‘ડિજિટલ એરેસ્ટ’નું મોટું ષડયંત્ર
Mumbai Water Cut Year Long તળાવો છલકાયા છતાં મુંબઈમાં આખું વર્ષ પાણીકાપ? પ્રશાસનની ગૃહમાં આ ચોંકાવનારી જાહેરાત..
Sachin Vaze Bail Stay સચિન વાઝેની મુશ્કેલીઓ વધી જામીન મળ્યા છતાં જેલવાસ યથાવત, હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો
Mumbai Ketamine Drug Bust ડ્રગ સ્મગલિંગનો ચોંકાવનારો કીમિયો, ખાણીપીણીની સામગ્રીમાં ૩૭ કરોડનું કેટામીન છુપાવ્યું, તપાસ એજન્સીએ રંગેહાથ દબોચ્યા
Exit mobile version