Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોરોના રસીની ભારે તંગી. આ બે દિવસ દરમિયાન શહેરના બીએમસી અને સરકારી સંચાલિત રસીકરણ કેન્દ્ર બંધ રહેશે; જાણો વિગતે    

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

મુંબઈમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.

બીએમસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રસીના ડોઝની અછતને કારણે 12 ઓગસ્ટ અને 13 ઓગસ્ટના રોજ મુંબઈમાં રાજ્ય સરકાર અને બીએમસી દ્વારા સંચાલિત કેન્દ્રો પર સામે રસીકરણ થશે નહીં.

નાગરિક સંસ્થાએ જણાવ્યું કે 14 ઓગસ્ટથી ડ્રાઇવ ફરી શરૂ થશે, કારણ કે 12 ઓગસ્ટના રોજ રસીનો નવો સ્ટોક આવે તેવી અપેક્ષા છે અને બીજા દિવસે તમામ મહાનગરપાલિકા અને સરકાર સંચાલિત કેન્દ્રોમાં વહેંચવામાં આવશે.

આ જ મહિનામાં આ બીજી વખત છે જ્યારે BMC એ રસીના ડોઝની અછતને કારણે અભિયાન સ્થગિત કર્યું છે. અગાઉ, તેણે 5 ઓગસ્ટના રોજ રસીકરણ બંધ કેન્દ્રો બંધ રાખ્યા હતા.

ઉલ્લેખનીય છે કે શહેરમાં કુલ 401 રસીકરણ કેન્દ્રો છે, જેમાં BMC ના 283, મહારાષ્ટ્ર સરકારના 20 કેન્દ્રો અને 98 ખાનગી કેન્દ્રોનો સમાવેશ થાય છે.

 

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version