Site icon

Mumbai: મુંબઈના રસ્તા પર કોઈ સુરક્ષીત નથી. રસ્તા પર ચાલતા છોકરાને મેટ્રો સાઈટના પતરા પર લાગ્યો વીજ કરંટ – મરી ગયો. જાણો ચોંકાવનારો અકસ્માત…

Mumbai: ચેમ્બુરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીક ચાલી રહેલા મેટ્રોના કામ માટે બાંધવામાં આવેલા લોખંડના પતરાને સ્પર્શ થતા 15 વર્ષના છોકરાને વીજ કરંટ લાગ્યો હતો. મેટ્રોના કામમાં બેદરકારી બદલ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે…

Mumbai No one is safe on the roads of Mumbai. Boy walking on road gets electrocuted on metro site - dies

Mumbai No one is safe on the roads of Mumbai. Boy walking on road gets electrocuted on metro site - dies

News Continuous Bureau | Mumbai

Mumbai: ચેમ્બુરમાં ( Chembur ) ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ( Eastern Express Highway ) નજીક ચાલી રહેલા મેટ્રોના કામ ( Metro construction ) માટે બાંધવામાં આવેલા લોખંડના પતરાને ( Iron sheet ) સ્પર્શ થતા 15 વર્ષના છોકરાને વીજ કરંટ ( Electric current ) લાગ્યો હતો. મેટ્રોના કામમાં બેદરકારી બદલ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.

Join Our WhatsApp Community

નેહરુ નગર પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સોમવારે બપોરે બની હતી જ્યારે મૃત છોકરો ( Death ) પ્રજ્વલ અજય નખાતે, ચેમ્બુર પૂર્વમાં પોસ્ટલ કોલોની નજીક, સિદ્ધાર્થ કોલોનીમાં સ્થિત તેના ઘરની નજીકમાં રમી રહ્યો હતો. પ્રજ્વલ તેની દાદી વંદના (54) સાથે રહેતો હતો, જ્યારે તેના માતા-પિતા કામ કરવા માટે બહાર ગયા હતા. શાળા પછી, પ્રજ્વલ તેના મિત્રો સાથે દરરોજ બપોરે 3-3:30 વાગ્યાની આસપાસ રમવા માટે જતો હતો.

મેટ્રો 2Bનું ( Metro 2B ) કામ નવેમ્બર 2016 થી ચાલી રહ્યું છે…

ઘટનાના દિવસે રાબેતા મુજબ પ્રજ્વલ ઘરેથી બહાર રમવા માટે નીકળ્યો હતો. આ જ વિસ્તારમાં, MMRDA મેટ્રો 2B ના નિર્માણ કાર્યને હાથ ધરવામાં આવ્યું છે – જે ઉત્તર પશ્ચિમમાં દહિસરને માનખુર્દ મંડાલા સાથે પૂર્વમાં અંધેરી, BKC અને ચેમ્બુરને જોડે છે. નવેમ્બર 2016 થી કામ ચાલી રહ્યું છે, અને મેટ્રો 2Bનો પ્રથમ તબક્કો ગયા વર્ષે દહિસરથી દહાણુકરવાડી સુધી આંશિક રીતે ખોલવામાં આવ્યો હતો, જ્યારે બીજો તબક્કો હજુ બાંધકામ હેઠળ છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વર્તમાન બાંધકામનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચોઃ Maharashtra Politics: CM શિંદે વિરુદ્ધ વાંધાજનક ભાષાનો પ્રયોગ કરવા બદલ.. મુંબઈના ભૂતપૂર્વ મેયરની ધરપકડ.. જાણો વિગતે..

પોલીસે પંચનામા દરમિયાન અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે પ્રજ્વલ કન્સ્ટ્રક્શન સાઇટની નજીક રમી રહ્યો હતો, જ્યાં પ્રોજેક્ટ સુપરવાઇઝર દ્વારા લોખંડના પતરા ઉભા કરીને રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. અજાણતાં, સ્થળ પરથી પસાર થતાં, પ્રજ્વલે લોખંડના પતરાને સ્પર્શ કર્યો હતો. જેમાં તેને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. કેટલાક રાહદારીઓ પ્રજ્વલને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તે મૃત્યું પામ્યો હતો એમ ડૉક્ટરે જણાવ્યું હતું.

વધુ તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું હતું કે પ્રજ્વલ જે લોખંડના પતરાઓને સ્પર્શે કર્યો હતો, તેની નીચે લાઇટ લગાવેલી હતી. જેમાં લાઇટને જોડતો એક વાયર ખુલ્લી પડી ગયો હતો, જેના કારણે પ્રજ્વલને વીજ કરંટ લાગ્યો હતો. બીજી તરફ પ્રજવલના દાદી વંદનાએ મેટ્રો સાઈટના સુપરવાઈઝર વિરુદ્ધ કોઈપણ દેખરેખ વગર સ્થળ છોડી જવા બદલ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 304A (બેદરકારીને કારણે મૃત્યુ) હેઠળ રાકેશ તિવારી, 37, અને મોનિલ કિશોર કિવર, 29 નામના બેની ધરપકડ કરવામાં સફળ રહી હતી.

 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version