ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
28 સપ્ટેમ્બર 2020
સામાન્ય નાગરિકો દ્વારા જો વીજળી બિલ ભરવામાં મોડું થાય તો વીજ કંપનીઓ તુરંત દંડ ઉઘરાવે છે. જ્યારે આરટીઆઈ દ્વારા એક ચોંકાવનારી માહિતી મળી છે કે દક્ષિણ મુંબઈમાં વીજ પુરવઠો પૂરો પાડતી 'બેસ્ટ' એ લોકડાઉનમાં જનતાને મસમોટા બિલો મોકલ્યા હતા. પરંતુ, આ જ સમયગાળા દરમિયાન રાજ્યના 17 પ્રધાનો ને ચાર માસના વીજ બિલ મોકલવામાં આવ્યા નથી.
માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈમાં મહારાષ્ટ્રના પ્રધાનોના બંગલામાં વીજળીનો વપરાશ તો પૂર્ણ રીતે થયો. પરંતુ બેસ્ટને તેઓને બિલ મોકલવાનું સૂઝ્યું નથી બોલો.. !
દક્ષિણ મુંબઈમાં આવેલા બંગલાના નેતાઓને બીલ જ મોકલવામાં આવ્યા નથી. મળતી માહિતી અનુસાર પાંચ મહિનાથી જે પ્રધાનોના બંગલાના વીજબિલ મોકલાયા નથી તેમાં દાદાજી ભૂસે, કેસી પટ્ટી, અમિત દેશમુખ, હશન મુશરીફ અને સંજય રાઠોડ નો સમાવેશ થાય છે.
