Site icon News Continuous Bureau | Mumbai

Oshiwara Car Attack: મુંબઈના ઓશિવરામાં પાડોશીનો આતંક મહિલા પર કાર ચઢાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ, એસિડ એટેકની ધમકી

અંગત વિવાદમાં પાડોશીએ સીમા વટાવી; એસિડ ફેંકવાની ધમકી બાદ ગુસ્સામાં મહિલા પર કાર દોડાવી, સમગ્ર ઘટના CCTV માં કેદ

Oshiwara Car Attack મુંબઈના ઓશિવરામાં પાડોશીનો આતંક મહિલા પર કાર ચઢાવી જાનથી મારી

Oshiwara Car Attack મુંબઈના ઓશિવરામાં પાડોશીનો આતંક મહિલા પર કાર ચઢાવી જાનથી મારી

News Continuous Bureau | Mumbai
Oshiwara Car Attack મુંબઈના અંધેરી પશ્ચિમમાં આવેલા પોશ વિસ્તાર ઓશિવરામાં માનવતાને શરમાવે તેવી ઘટના બની છે. એક હાઈ-રાઈઝ બિલ્ડિંગમાં રહેતા બે પાડોશીઓ વચ્ચેનો અંગત વિવાદ એટલો વકર્યો કે પુરુષે મહિલા પાડોશી પર પોતાની લક્ઝરી કાર ચઢાવી તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલા પહેલા આરોપીએ મહિલાને તેના ચહેરા પર એસિડ ફેંકવાની પણ ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ છે.મળતી માહિતી મુજબ, ઓશિવરાની એક જાણીતી સોસાયટીમાં રહેતી મહિલા અને તે જ બિલ્ડિંગના એક પુરુષ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખટરાગ ચાલતો હતો. બિલ્ડિંગના ગેટ પાસે બંને આમને-સામને આવી જતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપીએ જ્યારે મહિલાને એસિડ એટેકની ધમકી આપી, ત્યારે ઉશ્કેરાયેલી મહિલાએ તેને લાફો મારી દીધો હતો. આ વાતનો બદલો લેવા આરોપીએ પાછળ હટી પોતાની કાર પૂરઝડપે મહિલા તરફ દોડાવી હતી.

CCTV ફૂટેજમાં કેદ થયો હુમલો

આ સમગ્ર ઘટના બિલ્ડિંગના ગેટ પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી કેવી રીતે મહિલાને કચડી નાખવાના ઈરાદે કાર તેના તરફ લઈ જાય છે. મહિલાએ સમયસૂચકતા વાપરી બાજુ પર ખસી જતાં તેનો જીવ બચ્યો હતો, પરંતુ આ ઘટનાએ સોસાયટીના અન્ય રહીશોમાં પણ ડરનો માહોલ પેદા કર્યો છે. પોલીસે આ ફૂટેજ કબજે કરી તપાસ તેજ કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shani Asta 2026: શનિનો અસ્ત, મુશ્કેલીઓનો પ્રારંભ! જાણો કઈ એ 4 નસીબદાર રાશિઓ છે જેમના માટે 13 માર્ચ પછીનો સમય અગ્નિપરીક્ષા સમાન રહેશે.

ઓશિવરા પોલીસની કાર્યવાહી

પીડિત મહિલાએ આ ઘટના બાદ તાત્કાલિક ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. એસિડ એટેકની ધમકી આપવી એ ગંભીર ગુનો હોવાથી પોલીસ આ મામલે કોઈ પણ પ્રકારની ઢીલ મૂકવા માંગતી નથી.

Mumbai CNG Price Hike MGL મુંબઈકરો પર મોંઘવારીનો વધુ એક માર MGL એ CNG ના ભાવમાં પ્રતિ કિલો ₹1.50 નો કર્યો વધારો, જાણો નવા દર
Mumbai Water Crisis BMC મુંબઈ પર જળસંકટના વાદળો સાતેય તળાવોમાં 84% થી ઓછું પાણી બચ્યું, રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર BMC ની સુસ્તીથી વધી ચિંતા
Sachin Tendulkar Prince William Gully Cricket Mumbai મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં જામી ગલી ક્રિકેટની મજા સચિન તેંડુલકરે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરિન સાથે યુવા ખેલાડીઓ સંગ રમી ક્રિકેટ
Mumbai To Sindhudurg Flight Chipi Airport 10 કલાકની મુસાફરી હવે માત્ર 60 મિનિટમાં મુંબઈસિંધુદુર્ગ સીધી ફ્લાઇટ સેવાનો આજથી પ્રારંભ, જાણો ટિકિટની કિંમત અને ફ્લાઇટનો સમય
Exit mobile version