Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ગત વર્ષ દરમિયાન 16,360 જેટલા હોર્ડિંગ્સ હટાવાયા, 164 લોકો સામે કેસ થયો દાખલ

mumbai: over 16000 illegal hoardings removed by BMC in last year

મુંબઈમાં ગત વર્ષ દરમિયાન 16,360 જેટલા હોર્ડિંગ્સ હટાવાયા, 164 લોકો સામે કેસ થયો દાખલ

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં દરરોજ રાજકીય પક્ષો અમુક કાર્યક્રમોના હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ હોર્ડિંગ્સ અનધિકૃત હોવાથી શહેરની શોભા બગડે છે. તેથી, મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ શહેરને કદરૂપું થતા રોકવા માટે કાર્યવાહી પર ભાર મૂક્યો છે. તે મુજબ વર્ષ દરમિયાન 16,360 જેટલા હોર્ડિંગ્સ તોડી પાડવામાં આવ્યા છે. તેમજ અનધિકૃત પોસ્ટરોના સંબંધમાં 164 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

મહત્વનું છે કે મુંબઈમાં કોઈ પણ ઈવેન્ટને લઈને રસ્તાઓ પર પોસ્ટર લગાવવા હોય તો મહાનગરપાલિકાની પરવાનગી લેવી ફરજિયાત છે. ખાસ કરીને મુંબઈમાં વ્યાવસાયિકો, કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, રાજકીય નેતાઓના ઇવેન્ટ્સ અને અન્ય પ્રવૃત્તિઓની જાહેરાત માટે બિલબોર્ડને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ પોસ્ટરો લગાવવા માટે નગરપાલિકાની પરવાનગી લેવી જરૂરી છે. પરંતુ મંજૂરી લીધા વગર અનઅધિકૃત હોર્ડિંગ્સ લગાવવામાં આવતા હોવાનું પાલિકાના ધ્યાને આવ્યું હતું. તે પછી, મુંબઈ મ્યુનિસિપલ પ્રશાસને અનધિકૃત હોર્ડિંગ્સ પોસ્ટર બેનરો લગાવનારાઓ સામે પગલાં લેવાનું શરૂ કર્યું.

આ સમાચાર પણ વાંચો:  ભારતના આ શહેરોમાં મળે છે સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ, જાણો અહીં દરેક વિગતો

પ્રાપ્ત માહિતી અનુસાર, 1લી જાન્યુઆરીથી 31મી ડિસેમ્બર 2022 દરમિયાન મહાનગરપાલિકાએ અનધિકૃત હોર્ડિંગ્સ સામે ઝુંબેશ હાથ ધરીને 16 હજાર 360 જેટલા હોર્ડિંગ્સ, બેનરો, પોસ્ટરો સામે કાર્યવાહી હાથ કરી છે. તેમજ આ મામલે 164 લોકો સામે કેસ નોંધયો છે. ઉલ્લેખનીય છે કે અનધિકૃત હોર્ડિંગના મામલામાં, બોમ્બે હાઈકોર્ટે દરમિયાનગીરી કરી અને કાર્યવાહી માટે સૂચનાઓ જારી કરી હતી. આ પછી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસન હરકતમાં આવ્યું હતું.

વર્ષ દરમિયાન મહાનગરપાલિકાની કાર્યવાહી

રાજકીય : 4823
વ્યવસાયિક: 1818
ધાર્મિક : 9719
કુલ: 16360

કાનૂની કાર્યવાહી

બેનરો: 658
બોર્ડ: 303
કુલ: 961

ભવિષ્યમાં અનધિકૃત હોર્ડિંગ્સ સામે કાર્યવાહી કરવામાં આવશે

આવનારા સમયમાં દરેક હોર્ડિંગ પર ‘QR કોડ’ ફરજિયાત બનશે તેવા સંકેતો છે. જેથી તેની પરવાનગી સંબંધિત તમામ માહિતી દરેક વ્યક્તિ માટે સીધા મોબાઈલ પર જાહેરમાં ઉપલબ્ધ થશે. રાજ્યભરમાં ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનરો પર અંકુશ લગાવવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. ટૂંક સમયમાં હાઈકોર્ટ આ અંગે વિગતવાર આદેશ જારી કરશે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હોર્ડિંગની ફરિયાદો માટે ટોલ ફ્રી નંબર, વેબસાઇટ પર ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. 

Santacruz Police Arrest Drug Peddler સાંતાક્રુઝ પોલીસની મોટી સફળતા NDPS કેસમાં ૧૩ વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ પેડલરને ધારાશિવમાંથી દબોચ્યો
Vashi Station Surprise Ticket Checking Drive વાશી સ્ટેશન પર રેલવેની આકસ્મિક ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ૨૬૩ મુસાફરો દંડાયા, પ્રશાસને ₹૧.૨૬ લાખથી વધુનો દંડ વસૂલ્યો
DN Nagar Police Arrest Wanted Fugitive પોલીસે ઓળખ છુપાવી ૨૧ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને કર્ણાટકમાંથી દબોચ્યો ડી. એન. નગર પોલીસની મોટી સફળતા
Mobile Theft Racket Busted મોબાઇલ ચોરી રેકેટનો પર્દાફાશ ₹૧.૧૫ કરોડના ૧,૧૫૦ મધરબોર્ડ જપ્ત, માલેગાંવ ગોડાઉન પર દરોડો પાડી એક આરોપી જેલભેગો
Exit mobile version