Site icon News Continuous Bureau | Mumbai

Mumbai chain snatcher arrest: મુંબઈ પોલીસે નાસી રહેલા ચેઈન ચોરને મધ્યપ્રદેશથી પકડ્યો.

મુંબઈ: દહિસર પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જેમાં ૮૦,૦૦૦ રૂપિયાની સોનાની ચેઇન ચોરીને બિહાર ભાગી રહેલા એક ચેઇન સ્નેચરને મધ્ય પ્રદેશ નજીક ચાલતી ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે

Mumbai chain snatcher arrest મુંબઈ પોલીસે નાસી રહેલા ચેઈન ચોરને મધ્યપ્રદેશથી પકડ્યો.

Mumbai chain snatcher arrest મુંબઈ પોલીસે નાસી રહેલા ચેઈન ચોરને મધ્યપ્રદેશથી પકડ્યો.

News Continuous Bureau | Mumbai

Mumbai chain snatcher arrest મળતી માહિતી મુજબ, ૩૦ સપ્ટેમ્બરના રોજ દહિસર પૂર્વ વિસ્તારમાં એક સિનિયર સિટિઝન મહિલાની સોનાની ચેઇન લૂંટાઈ હતી. આરોપીની ઓળખ ગયાસુદ્દીન શેખ (ઉં.વ. ૨૮) તરીકે થઈ છે, જે ગુનો કર્યા બાદ તાત્કાલિક દાદર-ગુવાહાટી એક્સપ્રેસ પકડીને બિહાર ભાગી રહ્યો હતો. જોકે, દહિસર પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સના ઝડપી સંકલનને કારણે બુરહાનપુર, મધ્ય પ્રદેશ પહોંચે તે પહેલાં જ તેની નાટકીય ધરપકડ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Mumbai Police operation: મુંબઈ પોલીસનું અમરાવતીમાં ઓપરેશન લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે લીંક બદ્દલ ૧૩ શંકાસ્પદોને તાબામાં લીધા 

આરોપીને પકડવામાટે પોલીસે લગભગ ૫૦ સીસીટીવી ફૂટેજ ચકાસીને શેખની ઓળખ કરી હતી. આરોપી ઘરેથી ગાયબ હોવાથી પોલીસે સઘન તપાસ કરી. તેમજ આરોપી જલગાંવ અને ભૂસાવલ તરફ જતો હોવાનું જાણવા મળ્યું, જેનાથી તે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હોવાની પુષ્ટિ થઈ.  આરપીએફ અધિકારીઓએ આખરે બુરહાનપુર પહોંચતા પહેલા ટ્રેનના જનરલ કોચમાં આરોપીને શોધી કાઢ્યો અને તેને કસ્ટડીમાં લીધો. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ૬ ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ પર મોકલાયો છે.

Borivali Tree Trimming Death બોરીવલીમાં ઝાડ કાપતી વખતે ૩૦ ફૂટ ઊંચાઈએથી નીચે પટકાયો મજૂર, દર્દનાક મોત કોન્ટ્રાક્ટર સહિત ૪ સામે એફઆઈઆર દાખલ!
Lalbaugcha Raja VIP Darshan Fraud લાલબાગચા રાજાના VIP દર્શનના નામે ભક્તો સાથે ઠગાઈ ₹૩,૪૦૦ પડાવનાર ૧૯ વર્ષીય ગઠિયાને શ્રદ્ધાળુઓએ રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યો!
Cyber Fraud Female Constable લંડનનો બિઝનેસમેન બની સાયબર ગઠિયાએ મહિલા પોલીસકર્મીને ફસાવી કસ્ટમ્સ ક્લિયરન્સના નામે લગાવ્યો અધધ ₹૧૧.૧૯ લાખનો ચૂનો!
Iron Pillar Falls Kanjurmarg Police Station કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશન પર ૧૩મા માળેથી પડ્યો ૨૦૦ કિલોનો લોખંડનો થાંભલો પોલીસકર્મીઓનો ચમત્કારિક બચાવ, કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ!
Exit mobile version