ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
મુંબઈ પોલીસ આયુક્ત અને તરફથી એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ નવા આદેશ મુજબ આગામી બે જુન સુધી આખેઆખા મુંબઈ શહેરમાં ડ્રોન, પેરાગ્લાઈડર અને રિમોટ કન્ટ્રોલથી ચાલનાર માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, એરિયલ મિસાઈલ જેવા ઉપકરણોને ઉડાવવા પર પાબંદી લગાવવામાં આવી છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર ની વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે. મુંબઇની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસને એવી શંકા છે કે આવા પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કરીને વિમાની સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. આમ શહેરને સુરક્ષિત કરવાના હેતુથી પોલીસ વિભાગે મોટો નિર્ણય લીધો છે.
શું ગંગા અને યમુના નું પાણી હવે કોરોના ગ્રસ્ત થઈ ગયું છે? લોકોની ચિંતા વધી.
