Site icon

Mumbai news: crime ચોંકાવનારા સમાચાર, મુંબઈ શહેરમાં નકલી નોટ છાપવાનું કારખાનું પકડાયું.

Mumbai news: crime મુંબઈ પોલીસે મોટી કાર્યવાહી કરીને આખા કારખાનાને સીલ કરી દીધું છે. એમ જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Mumbai police bust fake currency factory from Mumbai.

Mumbai police bust fake currency factory from Mumbai.

News Continuous Bureau | Mumbai

Mumbai news: crime લોકસભા ચૂંટણીની વચ્ચે મુંબઈ પોલીસ ( Mumbai Police ) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત મુંબઈ શહેરમાં બનાવટી નોટ છાપવાનું કારખાનું બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ ( BKC ) માંથી પકડાયું છે. આ કારખાનામાં 50 રૂપિયા તેમજ દસ રૂપિયા અને સો રૂપિયા તેમજ ₹500 ની નકલી નોટ છાપવામાં આવતી હતી. 

Join Our WhatsApp Community

Mumbai news: crime નકલી નોટ સંદર્ભે પોલીસે શી કાર્યવાહી કરી.

કેટલાક દિવસ પહેલા મુંબઈ શહેરના ભાંડુપ અને દાદર તેમજ સાયન વિસ્તારમાં નકલી નોટો ( Fake Notes ) પકડવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે સાડા ત્રણ કરોડ રૂપિયાની કરન્સી ( Fake Currency ) સાથે એક ગાડી પકડી હતી. ત્યારબાદ શંકાની સોઈ કોઈ મોટા ષડયંત્ર તરફ આગળ વધી રહી હતી. આખરે મુંબઈ પોલીસે અનેક જગ્યાએ છાપા મારીને આખી ઘટનાના સૂત્રો મેળવ્યા અને કાર્યવાહી કરી.

આ સમાચાર પણ વાંચો : Maulvi arrested: ભાજપના નેતાઓની હત્યા નું ષડયંત્ર કરનાર મૌલવીની સુરતથી ધરપકડ.

Mumbai news: crime  ચૂંટણીને કારણે નાકાબંધીમાં પકડાયા. 

ઉલ્લેખનીય છે કે આ કારખાનું છેલ્લા ઘણા સમયથી ચાલુ હતું તેવી શંકા છે. પરંતુ ચૂંટણીને ( Lok Sabha Elections ) કારણે નાકાબંધીમાં નકલી નોટો પકડાઈ અને ત્યારથી આ કારખાના સંદર્ભે નું પગેરૂ પકડાયુ હતું.

 

lalbagh cha raja: લાલબાગ ચા રાજા વિવાદમાં પોલીસ આક્રમક, આ વ્યક્તિ પર કેસ થયો દાખલ
Mumbai Traffic: મુંબઈકરોને ટ્રાફિક જામથી મળશે રાહત, દહિસર ટોલનાકા ને લઈને લેવાયો આ નિર્યણ
Maharashtra Skill Department:કૌશલ્ય વિભાગમાં સ્વદેશી કન્સલ્ટન્સી કંપનીઓને જ પ્રાધાન્ય મળશે: મંત્રી લોઢા
Mumbai GRP: મુંબઈમાં જીઆરપીના 13 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, મુસાફરો પાસેથી ખંડણી વસૂલવાનો આરોપ
Exit mobile version