Site icon

મુંબઈમાં શરૂ કરાયેલ ‘સન્ડે સ્ટ્રીટ’ને આબાલવૃદ્ધોનો જોરદાર પ્રતિસાદ, મુંબઈ પોલીસ કમિશનરે આ વિસ્તારમાં કરી સરપ્રાઈઝ વિઝીટ. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈગરાઓના તણાવને દૂર કરવા માટે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે મુંબઈવાસીઓ 'સન્ડે સ્ટ્રીટ'  કોન્સેપ્ટ શરૂ કર્યો છે. જેમાં દર રવિવારે મુંબઈના અમુક રસ્તા ફક્ત સિનિયર સિટિઝન અને બાળકો માટે રિર્ઝવ રાખવામાં આવે છે. સંજય પાંડે ખુદ આ સ્થળોની મુલાકાત લઈ સામાન્ય નાગરિકોને પ્રોત્સાહન પણ આપે છે, જે હેઠળ રવિવારે બોરીવલી(વેસ્ટ)માં આઈસી કોલોનીમાં તેમણે મુલાકાત લીધી હતી અને લોકોને સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
મુંબઈ પોલીસ કમિશનરે મુંબઈના રસ્તાઓ મનોરંજન, યોગ, સ્કેટિંગ, સાયકલિંગ અને સાંસ્કૃતિક રમતો કરવા સક્ષમ બનાવવા માટે 'સન્ડે સ્ટ્રીટ'નો કોન્સેપ્ટ અમલમાં મૂક્યો છે. માર્ચના છેલ્લા અઠવાડિયાથી તેને અમલમાં મૂકવામાં આવ્યો છે. દર રવિવારે સવારે 6 થી 10 વાગ્યા સુધી રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવે છે અને સામાન્ય નાગરિકો માટે તે રસ્તો  ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  ઘાટકોપરમાં ભૂંગળા લગાડનારા મનસેને પદાધિકારીને પડ્યું ભારે, પોલીસે લીધા આ પગલા.. જાણો વિગતે

રવિવારે ત્રણ એપ્રિલના પણ મુંબઈના અનેક વિસ્તારમાં રસ્તાઓ સવારના વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. કમિશનરે જાતે અનેક વિસ્તારમાં જઈને નાગરિકો સાથે તેમની એક્ટિવિટીમાં જોડાયા હતા, જેમાં બોરીવલીની આઈસી કોલોનીમાં કમિશનર અચાનક પહોંચી ગયા હતા અને નાગરિકો સાથે તેમની  પ્રવૃતિમાં જોડાયા હતા.

 

રિઝર્વ રાખેલા રસ્તા પર સ્થાનિક રહેવાસીઓ બેડમિન્ટન તથા ક્રિકેટ રમતા હતા, કેટલાક સાયકલ ચલાવતા હતા. તો અમુક બાળકો  સ્કેટિંગ અને યોગા કરતા જણાયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે કમિશનરના આ કોન્સેપ્ટને મુંબઈકરોએ ઉષ્માભર્યો આવકાર આપ્યો છે.

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version