Site icon

મુંબઈ પોલીસનો સપાટો.. એક જ દિવસમાં આટલી અનધિકૃત પાન ટપરી કરી નષ્ટ. સાથે જપ્ત કર્યા માદક દ્રવ્યો..

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી કુલ 125 અનધિકૃત પાન ટપરી દૂર કરવામાં આવી

Mumbai police crackdown on 125 unauthorized pan tapris

Mumbai police crackdown on 125 unauthorized pan tapris

News Continuous Bureau | Mumbai

ગત 25 એપ્રિલના રોજ પોલીસ કમિશનર વિવેક ફણસાલકર, સ્પેશિયલ પોલીસ કમિશનર ઓફ પોલીસ દેવેન ભારતી, જોઈન્ટ કમિશનર સત્યનારાયણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરોપીઓ સામે નશા વિરોધી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Community

આ અભિયાન અંતર્ગત NDPS ગુનામાં કુલ 440 આરોપીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 67 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ નશીલા પદાર્થો રાખવાના સંદર્ભમાં કુલ 27 કેસ નોંધાયા હતા. તેમાંથી, MDના કબજાના સંદર્ભમાં 4 કેસ, કોડીનના કબજાના સંદર્ભમાં 22 કેસ અને 01 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો: બેસ્ટ બસ મુસાફરો બન્યા ડિજિટલ, ‘ચલો’ એપ પર માત્ર આઠ મહિનામાં આટલા લાખનો થયો વધારો..

આ ગુના હેઠળ 9409 ગ્રામ ગાંજા, 30 ગ્રામ ચરસ, 19 ગ્રામ એમડી અને કોડીન ફોસ્ફેટની 05 બોટલો જપ્ત કરવામાં આવી હતી. તેવી જ રીતે 764 સિગારેટ અને અન્ય તમાકુના પેકેટો જપ્ત કરવામાં આવ્યા હતા. .બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી કુલ 125 અનધિકૃત પાન ટપરી દૂર કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની આ કાર્યવાહી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version