Site icon

હેં!! સમાજમાં તણાવ નિર્માણ કરનારી આટલી પોસ્ટ મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પરથી ડીલીટ કરી…જાણો વિગતે

Maharashtra cyber department has a 'warning' for social media users

જો તમે સોશિયલ મીડિયા પર 'આ' શબ્દનો ઉપયોગ કરો છો તો સાવધાન! થઈ શકે છે કાર્યવાહી..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સોશિયલ મિડિયા(Social media) પર સામાજિક અને ધાર્મિક તણાવ નિર્માણ કરનારી પોસ્ટ(Post) સામે મુંબઈ પોલીસ(Mumbai Police) સક્રિય બની છે. મુંબઈ પોલીસે(Mumbai Police) છેલ્લા ચાર મહિનામાં કુલ 12,800  સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ(Post Delete) કરી છે. આ એવી પોસ્ટ્સ છે જે સમાજમાં હિંસા ફેલાવી શકે છે અથવા લોકોમાં હિંસા(Violence) ફેલાવવાના હેતુથી ખાસ મીડિયા પર મૂકવામાં આવી છે.

મુંબઈ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે(Mumbai Police Special Branch) જાન્યુઆરી(January)માં 5,754 પોસ્ટ, ફેબ્રુઆરી(February)માં 4,252 અને માર્ચ(March)માં 3,958 પોસ્ટ ડિલીટ કરી છે. આ એવી પોસ્ટ્સ છે જે સમાજમાં હિંસા ફેલાવી શકે છે અથવા લોકોમાં હિંસા ફેલાવવાના હેતુથી ખાસ મીડિયા પર મૂકવામાં આવી છે.  મહારાષ્ટ્ર પોલીસ(Maharashtra Police)ના કહેવા મુજબ મહારાષ્ટ્રમાં શાંતિ જાળવવા માટે, મહારાષ્ટ્ર સ્પેશિયલ ટીમ(Maharashtra special team) દરરોજ આવી 30 થી 35 પોસ્ટને ડીલીટ કરે છે.

કોરોના મહામારી(Corona Pandemic) દરમિયાન આવી પોસ્ટની સંખ્યામાં વધારો થયો હતો. સૂત્રોના કહેવા મુજબ રાજકીય પક્ષો(political parties) તરફથી કોઈપણ નિવેદન આવતા જ સોશિયલ મીડિયા પર પોસ્ટની સંખ્યા વધવા લાગે છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં કોરોના ઈન ‘કન્ટ્રોલ’, મહાનગરપાલિકાએ શહેરમાં આ ત્રણ જમ્બો કોવિડ સેન્ટર કાયમ માટે બંધ કર્યા.. જાણો વિગતે

આ દરમિયાન મુંબઈ પોલીસે(Mumbai Police) સોમવારે ક્હ્યું હતું કે સાંપ્રદાયિક વિવાદોને નિયંત્રિત કરવા માટે મુંબઈમાં સોશિયલ મીડિયા લેબ(Social Media Lab)ની સ્થાપના કરવામાં આવી છે. આનાથી તે લોકો પર દબાણ આવશે જેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને સામાજિક વિભાજન કરે છે. મુંબઈ પોલીસની સોશિયલ મીડિયા લેબ અપમાનજનક પોસ્ટ(Offensive post) પર કાર્યવાહી કરે છે. આ કેસમાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 3000 પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે.

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version