Site icon

ઘાટકોપરમાં ભૂંગળા લગાડનારા મનસેને પદાધિકારીને પડ્યું ભારે, પોલીસે લીધા આ પગલા.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ઘાટકોપરના પદાધિકારીને ઓફિસની બહાર ભૂંગળા લગાવી હનુમાન ચાલીસાના પાઠ લગાવવું ભારે પડ્યું હતું. પોલીસે મનસે વિધાનસભા અધ્યક્ષ મહેન્દ્ર ભાનુશાલીને તાબામાં લીધો હતો અને બાદમાં છોડી મૂક્યો હતો. એ સાથે જ પોલીસે તેને નોટિસ ફટકારી દંડ પણ વસૂલ્યો હતો.

Join Our WhatsApp Community

મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ શનિવારે ગુડી પડવાના દિવસે મસ્જિદ પરના ભૂંગળા હટાવી લેવાની ચેતવણી આપી હતી. ત્યારબાદ મુંબઈના ચાંદિવલીના મનસે કાર્યકર્તાએ પક્ષની ઓફિસ પર ભૂંગળા લગાવીને હનુમાન ચાલીસા અને ગણેશ આરતી લગાવી હતી. પોલીસે તુરંત લાઉડ સ્પીકરના ભૂંગળા ઉતારીને તેને બંધ કરાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  સારા સમાચારઃ ભક્તો પરથી વિઘ્ન હટ્યું, ઓનલાઈન બુકિંગ વગર થઈ શકશે ગણપતિ બાપ્પાના દર્શન; જાણો વિગતે

પોલીસે જોકે તુરંત તેને તાબામાં લીધો હતો અને ત્યારબાદ તેની પાસેથી પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલીને તેને  છોડી મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે તેને ફરી ભૂંગળા લગાડવા નહીં એવી ચેતવણી આપતી નોટિસ પણ આપી હતી.

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version