ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની મુશ્કેલીઓ વધી છે.
વસુલીના કેસમાં પરમબીર સિંહ વિરુધ્ધ વધુ એક FIR દાખલ કરવામાં આવી છે.
ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં પરમબીર સિંહ સામે ચોથી FIR દાખલ કરવામાં આવી છે. જેમાં વિમલ અગ્રવાલ નામના વેપારીએ 9 લાખ રૂપિયાની વસૂલાતનો આરોપ લગાવ્યો છે.
પરમબીર સિંહ ઉપરાંત બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેનું નામ પણ આ કેસમાં સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, પરમબીર સિંહ અને સચિન વાજે ઉપરાંત સુમિત સિંહ, અલ્પેશ પટેલ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
શ્રીનગરમાં સ્થાનિકો અને પ્રવાસીઓને મોટી ભેટ, આ બૅન્કે દાલ સરોવરમાં ખોલ્યું તરતું ATM; જુઓ તસવીરો
