Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Police। મુંબઈ પોલીસ હવે ડ્રગ્સ માફિયાઓ સામે ‘એક્શન મોડ’માં; “કોઈને પણ છોડવામાં નહીં આવે”, કડક કાર્યવાહીના આદેશ

Mumbai Police। શહેરમાં ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસની 'ઝીરો ટોલરન્સ' નીતિ; શાળાકોલેજોની આસપાસ સક્રિય નેટવર્કને નેસ્તનાબૂદ કરવા ખાસ વ્યૂહરચના.

Mumbai Police। મુંબઈ પોલીસ હવે ડ્રગ્સ માફિયાઓ સામે 'એક્શન મોડ'માં; "કોઈને પણ છોડવામાં નહીં આવે", કડક કાર્યવાહીના આદેશ

Mumbai Police। મુંબઈ પોલીસ હવે ડ્રગ્સ માફિયાઓ સામે 'એક્શન મોડ'માં; "કોઈને પણ છોડવામાં નહીં આવે", કડક કાર્યવાહીના આદેશ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Police। મુંબઈમાં ડ્રગ્સના વધતા જતા દૂષણને રોકવા માટે મુંબઈ પોલીસે હવે અત્યંત આક્રમક રણનીતિ અપનાવી છે. શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવાની નેમ સાથે પોલીસ પ્રશાસને ડ્રગ્સ માફિયાઓ અને તેની સાથે સંકળાયેલા તમામ તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિના કડક અમલીકરણના આદેશ આપ્યા છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, ડ્રગ્સના કેસમાં હવે કોઈ પણ પ્રકારની નરમાશ દાખવવામાં આવશે નહીં.

ડ્રગ્સ માફિયાઓ પર પોલીસનો સપાટો

પોલીસ વિભાગના ઉચ્ચ સ્તરેથી મળતી માહિતી મુજબ, ડ્રગ્સ વેચનારા, સપ્લાય કરનારા કે તેનું સેવન કરનારા, કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. આ રણનીતિના ભાગરૂપે છેલ્લા કેટલાક મહિનાઓથી શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા દરોડા પાડવાનો સિલસિલો તેજ કરવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને અનેક પેડલર્સને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

યુવાધનને બચાવવા માટે ખાસ વ્યૂહરચના

આ ઝુંબેશમાં પોલીસનું સૌથી મહત્વનું પાસું યુવાધનને ડ્રગ્સના રવાડેથી બચાવવાનું છે. તપાસમાં સામે આવ્યું છે કે, ડ્રગ્સનું નેટવર્ક ચલાવનારાઓ ખાસ કરીને શાળા અને કોલેજોની આસપાસના વિસ્તારોને ટાર્ગેટ કરતા હતા. પૈસાની લાલચ કે અન્ય દબાણમાં આવીને યુવાનો આ જોખમી જાળમાં ફસાઈ રહ્યા છે. આ નેટવર્કને મૂળમાંથી ઉખેડી ફેંકવા માટે પોલીસ હવે એક ખાસ વ્યૂહરચના હેઠળ કામ કરી રહી છે.

નાગરિકોને સહકાર આપવા અપીલ

આ ગંભીર સમસ્યાને જડમૂળથી દૂર કરવા માટે પોલીસે જનભાગીદારી પર ભાર મૂક્યો છે. તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તેમને પોતાની આસપાસ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય, તો તુરંત પોલીસને જાણ કરે. નાગરિકોની માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની ખાતરી પણ આપવામાં આવી છે. પોલીસના આ આકરા તેવરને પગલે માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં ડ્રગ્સ વિરોધી ઓપરેશન વધુ તેજ બનશે તેવી પ્રબળ શક્યતા છે.

👉 આ સમાચાર વાચો:
Worli Politics। વરલીમાં ભાજપના ‘જન આક્રોશ મોરચા’ના આયોજકો સામે કેસ દાખલ, નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસનું કડક વલણ

Illegal Police Detention HC Relief મનસ્વી રીતે અટકાયત કરનાર પોલીસ સામે કડક વલણ બોમ્બે હાઈકોર્ટે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરી ₹2 લાખનું વળતર ચૂકવવા આપ્યો આદેશ!
Heroin Seized In Versova વર્સોવામાંથી ₹૬૪.૬ લાખનું હેરોઇન જપ્ત એન્ટિનાર્કોટિક્સ સેલે બે ડ્રગ પેડલરોને ઝડપ્યા, નેટવર્કનો પર્દાફાશ
Mumbai Coastal Road Rash Driving મુંબઈ કોસ્ટલ રોડ પર પૂરપાટ ઝડપે કાર દોડાવનારા ચાલકો સામે ગુનો દાખલ રેસિંગ સ્ટાઈલમાં હંકારતા હતા વાહનો
Dahi Handi Traffic Crackdown Mumbai એક જ દિવસમાં ૧૮,૮૧૮ ચલાન અને ₹૧.૯૨ કરોડનો દંડ! દહી હાંડી દરમિયાન બેફામ બનતા વાહનચાલકો પર ટ્રાફિક પોલીસની સખત તવાઈ
Exit mobile version