ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
તાડદેવના હીરાપન્ના શૉપિંગ સેન્ટરમાં છાપો મારી મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાએ બનાવટી ઘડિયાળો વેચનારી ટોળકીની ધરપકડ કરી છે. આ ટોળકી પાસેથી પોલીસે સાડાસોળ લાખ રૂપિયાની કિંમતની બ્રાન્ડેડ કંપનીના નામની બનાવટી ઘડિયાળો જપ્ત કરી છે.
આ ફિલ્મો અને વેબ સિરીઝ આ અઠવાડિયે OTT પર રિલીઝ થવા જઈ રહી છે, જુઓ યાદી
આ પ્રસિદ્ધ શૉપિંગ સેન્ટરની એક દુકાનમાં ઘડિયાળોના ગેરકાયદે વેચાણ વિશેની માહિતી આર્થિક અપરાધ શાખાને મળી હતી. તે અનુસાર આર્થિક અપરાધ શાખાએ રવિવારે રાત્રે આ દુકાનમાં છાપો માર્યો હતો. કાર્યવાહી દરમિયાન ૧૬ લાખ ૪૬ હજારની કિંમતની બનાવટી ઘડિયાળો મળી હતી. આ ઘડિયાળો ક્યાંથી લાવવામાં આવી છે? તેની પાછળ કોનો હાથ છે? આ બાબતે અપરાધ શાખા વધુ તપાસ કરી રહી છે.