ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર.
દિશા સલિયનના મૃત્યુ સંબંધિત કેસમાં વિવાદિત બયાન આપીને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે મુશ્કેલીમાં મુકાયા છે.
મુંબઈના માલવણી પોલીસ સ્ટેશને આજે આ કેસમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પુત્ર ધારાસભ્ય નિતેશ રાણેને અલગ-અલગ નોટિસ પાઠવી છે.
આ નોટિસમાં નિતેશ રાણેને 3 માર્ચે સવારે 11 વાગ્યે અને નારાયણ રાણેને 4 માર્ચે સવારે 11 વાગ્યે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાણે અને તેમના પુત્ર નિતેશ રાણેએ પ્રેસ કોન્ફરન્સમાં દિશા સાલિયાન પર ગેંગરેપ કર્યા બાદ હત્યાનો આરોપ લગાવ્યો હતો.