ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઓગસ્ટ, 2021
સોમવાર.
મુંબઈને અપરાધ મુક્ત કરવા માટે મુંબઇ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જે લોકો ગુંડાગર્દી કરી રહ્યા છે તેમની હવે ખેર નથી. મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા લોકોની ગુંડાગીરી વધી ગઈ હતી. આ ગુંડાગીરી ની વિરુદ્ધમાં મુંબઈ પોલીસે ચેમ્બુર વિસ્તારના 58 લોકોને તડીપાર કરી નાખ્યા છે. આ તમામ લોકો પર ૩૧ થી વધુ ગુના દર્જ હતા.
સારા સમાચાર : મુંબઈની સ્કૂલોમાં હવે આ દસ્તાવેજ વગર પણ ઍડ્મિશન મળશે; જાણો વિગત
તડીપાર નો અર્થ એવો થાય છે કે આ ગુંડાઓ તે વિસ્તારમાં નિશ્ચિત સમયે સુધી આવી નહીં શકે. એવું માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં મુંબઈના અન્ય વિસ્તારમાં પણ આવી કાર્યવાહી કરવામાં આવશે.
