News Continuous Bureau | Mumbai
નાગરિકો અને પોલીસ વચ્ચેના અંતરને ઘટાડવાના પ્રયાસરૂપે મુંબઈ પોલીસ કમિશનર(Mumbai police commissioner ) સંજય પાંડેએ (Sanjay pandey)શહેરના દરેક ઝોન અને પ્રદેશમાં એડવાન્સ્ડ લોકાલિટી મેનેજમેન્ટ (ALM) અને મોહલ્લા કમિટીના(Mohalla Committee) સભ્યોની કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે.
રવિવારે બપોરના સંજય પાંડેએ ફેસબુક પર લાઈવ કરીને નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો. એ દરમિયાન તેમણે કહ્યું હતું કે જનતા અને પોલીસ વચ્ચેના અંતરને દૂર કરવા માટે ALM અને મોહલ્લા સમિતિના સભ્યોની એક સમિતિ રચવામાં આવશે.
સંજય પાંડેએ જણાવ્યું હતું કે “મુંબઈ શહેરમાં દક્ષિણ, મધ્ય, પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર એમ પાંચ વિસ્તારો છે. દરેક પ્રદેશમાં સક્રિય જૂથના ત્રણ સભ્યો હશે. ઉપરાંત, સમગ્ર શહેરમાં 12 ઝોન છે અને દરેક ઝોનમાં 60 લોકોની ટીમમાં પાંચ સભ્યો હશે. આ તમામની દેખરેખ વરિષ્ઠ અધિકારીઓ કરશે. આ સમિતિની રચના કરવાથી સમાજમાં વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં મદદ મળશે અને તેના ઉકેલો શોધવામાં પણ મદદ મળશે.”
આ સમાચાર પણ વાંચો : 185 મુસાફરો સાથે સ્પાઈસ જેટનું વિમાન તોફાનમાં ફસાયું, 40 જેટલા યાત્રીઓ ઈજાગ્રસ્ત. જુઓ વિડીયો
સંજય પાંડેએ ફેસબુક પર લાઈવ સંવાદમાં કહ્યું હતું કે કે “જ્યારે પોલીસ કમિશનર તરીકેની જવાબદારી સંભાળી ત્યારે મને મહાનગરપાલિકાના રહેવાસી સંગઠનો વિશે માહિતી મળી હતી. 20 બિલ્ડિંગ પાછળ એક નિવાસી મંડળ હતું અને તેમને ચોક્કસ કામગીરી સોંપવામાં આવી હતી. તે સમયે મેં મહાનગરપાલિકાની વેબસાઈટ પર આ સંસ્થાઓનો અભ્યાસ કર્યો હતો. ત્યારે એવો વિચાર આવ્યો કે મહોલ્લા કમિટી અને નગરપાલિકાના રહીશોના સંગઠનને સાથે લાવવું જોઈએ.”
