Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ પોલીસની નવી પહેલઃ નાગરિક સાથે સંવાદ વધારવા સિટીઝન ફોરમ કમિટીની રચના કરાશે. જાણો વિગતે.

 News Continuous Bureau | Mumbai

નાગરિકો અને પોલીસ વચ્ચેના અંતરને ઘટાડવાના પ્રયાસરૂપે મુંબઈ પોલીસ કમિશનર(Mumbai police commissioner ) સંજય પાંડેએ (Sanjay pandey)શહેરના દરેક ઝોન અને પ્રદેશમાં એડવાન્સ્ડ લોકાલિટી મેનેજમેન્ટ (ALM) અને મોહલ્લા કમિટીના(Mohalla Committee) સભ્યોની કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. 

Join Our WhatsApp Channel

રવિવારે બપોરના સંજય પાંડેએ ફેસબુક પર લાઈવ કરીને નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો. એ દરમિયાન  તેમણે કહ્યું હતું કે જનતા અને પોલીસ વચ્ચેના અંતરને દૂર કરવા માટે ALM અને મોહલ્લા સમિતિના સભ્યોની એક સમિતિ રચવામાં આવશે.

સંજય પાંડેએ જણાવ્યું હતું કે “મુંબઈ શહેરમાં દક્ષિણ, મધ્ય, પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર એમ પાંચ વિસ્તારો છે. દરેક પ્રદેશમાં સક્રિય જૂથના ત્રણ સભ્યો હશે. ઉપરાંત, સમગ્ર શહેરમાં 12 ઝોન છે અને દરેક ઝોનમાં 60 લોકોની ટીમમાં પાંચ સભ્યો હશે. આ તમામની દેખરેખ વરિષ્ઠ અધિકારીઓ કરશે. આ સમિતિની રચના કરવાથી સમાજમાં વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં મદદ મળશે અને તેના ઉકેલો શોધવામાં પણ મદદ મળશે.”

આ સમાચાર પણ વાંચો :  185 મુસાફરો સાથે સ્પાઈસ જેટનું વિમાન તોફાનમાં ફસાયું, 40 જેટલા યાત્રીઓ ઈજાગ્રસ્ત. જુઓ વિડીયો

સંજય પાંડેએ ફેસબુક પર લાઈવ સંવાદમાં કહ્યું હતું કે કે “જ્યારે પોલીસ કમિશનર તરીકેની જવાબદારી સંભાળી ત્યારે મને મહાનગરપાલિકાના રહેવાસી સંગઠનો વિશે માહિતી મળી હતી. 20 બિલ્ડિંગ પાછળ એક નિવાસી મંડળ હતું અને તેમને ચોક્કસ કામગીરી સોંપવામાં આવી હતી. તે સમયે મેં મહાનગરપાલિકાની વેબસાઈટ પર આ સંસ્થાઓનો અભ્યાસ કર્યો હતો. ત્યારે એવો વિચાર આવ્યો કે મહોલ્લા કમિટી અને નગરપાલિકાના રહીશોના સંગઠનને સાથે લાવવું જોઈએ.”

 

Mumbai Electric Water Taxi કલાકોના ટ્રાફિક જામની ઝંઝટ હંમેશા માટે ખતમ! મુંબઈમાં દોડી પહેલી ઈલેક્ટ્રિક વોટર ટેક્સી જાણો કેટલું હશે ભાડું અને ટાઇમિંગ!
Nalasopara Building Fire નાલાસોપારાની બહુમાળી ઈમારતમાં વહેલી સવારે ભભૂકી આગ; ગૂંગળામણથી ૨ મહિલાઓના મોત, ફાયર બ્રિગેડે ૧૫ નાગરિકોને બચાવ્યા
MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Exit mobile version