Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ પોલીસ પણ શરૂ કરશે પોતાનો સ્ટોર. વેચશે કપડા, ટોપી અને પરફ્યુમ જેવો સામાન; જમા થનારા ભંડોળમાથી કરશે આ કામ..જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈ પોલીસ હવે સુરક્ષાની જવાબદારી પાર પાડવાની સાથે જ  ટોપી, ટી-શર્ટથી લઈને પરફ્યુમ સુધી વિવિધ વસ્તુઓ પણ મુંબઈગરા માટે લઈ આવી રહી છે. મુંબઈ પોલીસ પોતાનો સ્ટોર શરૂ કરશે, જેમાં આ વસ્તુઓ વેચાણ માટે ઉપલબ્ધ થશે એવી જાહેરાત મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ કરી હતી. 

Join Our WhatsApp Channel

સંજય પાંડેએ મુંબઈ પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી તેમણે મુંબઈવાસીઓ માટે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. રવિવારે તેમણે સોશિયલ મીડિયા પર કરેલી જાહેરાત મુજબ કપડાં, ટોપી, ટીશર્ટથી લઈને અનેક વસ્તુઓ મુંબઈ પોલીસ બનાવશે. આ વસ્તુઓને પોલીસના સ્ટોરમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : શોકિંગ! દાદરમાં ઢાંકણુ ખસી ગયું અને ડ્રેનેજની ટાંકીમાં પડી ગઈ ગાયઃ સાડા ત્રણ કલાકથી વધુ સમય રૅસ્ક્યુ ઓપરેશન ચાલ્યું; જાણો વિગતે

સોશિયલ મીડિયા પર કરેલી જાહેરાત મુજબ મુંબઈ પોલીસ ટી-શર્ટ, ટોપી, કપ, સ્વેટર, ટ્રક સૂટ, પરફ્યુમ, પાણીની બોટલ જેવી વિવિધ વસ્તુઓ બનાવશે. મુંબઈ પોલીસ દ્વારા બનાવવામાં આવેલી આ વસ્તુઓ શોરૂમમાં વેચવામાં આવશે. આ વસ્તુઓના વેચાણમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ પોલીસના કલ્યાણ ભંડોળ માટે કરવામાં આવશે. 

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version