Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Police’s Mega Operation: ગોરેગાંવ ચેઈન સ્નેચિંગ: ૩૨૦ CCTV કેમેરા તપાસ્યા બાદ મુંબઈ પોલીસે છેક દિલ્હીથી આરોપીને દબોચ્યો.

હોટેલ કનેક્શન અને ટેકનિકલ લોકેશનની મદદથી ક્રાઈમ ડિટેક્શન ટીમની મોટી સફળતા; ૨૩ વર્ષીય આરોપી પાસેથી ૧૫ ગ્રામની સોનાની ચેઈન રિકવર.

Mumbai Police's Mega Operation 320 CCTV Cameras Scanned to Trace Goregaon Chain Snatcher to Delhi; One Arrested.

Mumbai Police's Mega Operation 320 CCTV Cameras Scanned to Trace Goregaon Chain Snatcher to Delhi; One Arrested.

News Continuous Bureau | Mumbai

Mumbai Police’s Mega Operation મુંબઈના ગોરેગાંવ (પશ્ચિમ) વિસ્તારમાં ધોળે દિવસે થયેલી ચેઈન સ્નેચિંગની ઘટનાનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો છે. ટેકનિકલ તપાસ અને સેંકડો સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે આ ગુનાના મુખ્ય આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ૧૫ ગ્રામની સોનાની ચેઈન રિકવર કરી છે અને ગેંગના અન્ય સભ્યોની શોધખોળ શરૂ કરી છે.

Join Our WhatsApp Channel

૩૨૦ સીસીટીવી કેમેરા અને મેગા સર્ચ ઓપરેશન

ઘટનાની વિગતો મુજબ, ગોરેગાંવના એમ.જી. રોડ પર મંથન હોટેલની સામે એક વ્યક્તિની ૧૫ ગ્રામની સોનાની ચેઈન આંચકીને બાઇક સવારો ફરાર થઈ ગયા હતા. આ કેસના ઉકેલ માટે ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન ૧૧) ના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમની રચના કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળથી લઈને આરોપીઓના ભાગવાના માર્ગો પરના આશરે ૩૨૦ જેટલા સરકારી અને ખાનગી CCTV કેમેરાના ફૂટેજ ઝીણવટભરી રીતે તપાસ્યા હતા.

હોટેલ કનેક્શનથી મળ્યો સચોટ સુરાગ

તપાસ દરમિયાન પોલીસને એક મહત્વનું ‘હોટેલ કનેક્શન’ મળ્યું હતું. જાણવા મળ્યું કે ગુનાને અંજામ આપતા પહેલા આરોપીઓ ગોરેગાંવની જ એક સ્થાનિક હોટેલમાં રોકાયા હતા. હોટેલમાં જમા કરાવેલા આઈડી પ્રૂફ અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસને સચોટ કડીઓ મળી હતી. આ સુરાગની મદદથી મુંબઈ પોલીસની ટીમ છેક દિલ્હી સુધી પહોંચવામાં સફળ રહી હતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai-Nashik Investment Fraud: ₹10 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં EOW ના દરોડા; સરગવાની ખેતીના નામે 150 થી વધુ લોકો છેતરાયા.

દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી ધરપકડ

મુંબઈ પોલીસની ટીમે દિલ્હીના રોહિણી સેક્ટર ૨૪માં સ્થાનિક પોલીસની મદદથી છટકું ગોઠવી ૨૩ વર્ષીય આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરી છે અને તેની પાસેથી ચોરાયેલી સોનાની ચેઈન પણ કબજે કરવામાં આવી છે. હાલમાં આ ગેંગના અન્ય બે ફરાર સભ્યોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે આંતરરાજ્ય ગેંગના સભ્યને પકડીને મોટી સફળતા મેળવી છે.

BMC Beach Cleanliness Drive કુદરતનો વળતો પ્રહાર.. મનુષ્યે દરિયામાં ફેંકેલો કચરો ઉંચી ભરતીમાં પાછો આવ્યો; જુહૂ બીચ પરથી સૌથી વધુ કચરો મળ્યો
Heavy Downpour in Mumbai મુંબઈમાં છેલ્લા ૧૨ કલાકથી ભારે વરસાદ, આખો દિવસ ધોધમાર વરસાદની આગાહી; જારી કરાયું એલર્ટ
Tansa Lake Overflow મુંબઈને પાણી પૂરું પાડતું તાનસા તળાવ ઓવરફ્લો, આટલા દરવાજા ખોલાયા
Mumbai Lake Levels Surge to 61.90 મુંબઈમાં ભારે વરસાદથી જળાશયોમાં પાણીની આવક, સ્ટોક ૬૧.૯૦ ટકા થયો
Exit mobile version