News Continuous Bureau | Mumbai
Mumbai Pollution મુંબઈમાં વધી રહેલા વાયુ પ્રદૂષણે ચિંતાજનક સ્તર વટાવ્યું છે. આના પર નિયંત્રણ મેળવવા માટે બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ (BMC) બાંધકામ વ્યાવસાયિકો માટે અત્યંત કડક નિયમો લાગુ કર્યા છે. મહાપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો હવાની ગુણવત્તાનો આંક કોઈ વિસ્તારમાં સળંગ 3 દિવસ સુધી 200થી વધુ નોંધાશે, તો તે વિસ્તારના ઉદ્યોગો અને બાંધકામની કામગીરી તાત્કાલિક ધોરણે અટકાવી દેવામાં આવશે. આ ચેતવણી ‘ગ્રેડેડ રિસ્પોન્સ ઍક્શન પ્લાન-4’ (GRAP-4) હેઠળ આપવામાં આવી છે, અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર દંડનીય કાર્યવાહી સાથે સીધા પ્રોજેક્ટ બંધ કરવાની કાર્યવાહી થઈ શકે છે.
200થી વધુ આંક એટલે ‘રેડ ઝોન’
હવાની ગુણવત્તાનો આંક 201 થી 300ની વચ્ચે રહે તો તે હવા ‘અત્યંત ખરાબ’ માનવામાં આવે છે. જ્યારે 301 થી 400 ‘અતિશય ખરાબ’ અને 400થી વધુ હોય તો ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. મહાપાલિકાના ઈશારા મુજબ, જો કોઈ વિસ્તારમાં વાયુ ગુણવત્તાનો આંક ઘણા ઉપાયો કરવા છતાં સતત 200થી ઉપર રહે, તો ‘ગ્રેડેડ રિસ્પોન્સ ઍક્શન પ્લાન-4’ (GRAP-4) નામની આ મહત્વપૂર્ણ યોજના હેઠળ તે વિસ્તારને ‘રેડ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવશે. ‘ગ્રેપ-4’ (GRAP-4) લાગુ થતાંની સાથે જ, તે વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો, પથ્થરની ખાણો, તેમજ બાંધકામના પ્રોજેક્ટ્સનું કામ તાત્કાલિક બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવશે.
મુંબઈમાં પ્રદૂષણ વધવાનું કારણ
મુંબઈમાં હવાની ગુણવત્તાનો આંક મંગળવારે વધુ ખરાબ થયો. દક્ષિણ મુંબઈથી લઈને પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં ઠેર ઠેર નોંધાયેલા પ્રદૂષણને કારણે મુંબઈમાં દૃશ્યતા ઓછી થઈ ગઈ હતી.વરિષ્ઠ હવામાન શાસ્ત્રી એ જણાવ્યું કે, ઇથોપિયાના જ્વાળામુખીની રાખના કણો હવા દ્વારા વહી આવ્યા હોવા છતાં, તે મુંબઈ પર વહી આવ્યા નથી. તેની અસર ગુજરાત અને રાજસ્થાનના પટ્ટામાં જોવા મળી છે. મહત્વનું છે કે આ રાખના કણો વાતાવરણમાં ખૂબ ઊંચાઈ પર હતા. હવામાન અભ્યાસકર્તા ના મતે, મુંબઈમાં નોંધાયેલું પ્રદૂષણ જ્વાળામુખીની રાખના કણોનું નથી. મુંબઈમાં હવા ખરાબ થવી એટલે રોજિંદું પ્રદૂષણ છે.
આ સમાચાર પણ વાંચો : Deepti Chaurasia suicide: કમલા પસંદ પરિવારમાં શોક: માલિક ની પુત્રવધૂએ જીવન ટૂંકાવ્યું, જાણો સુસાઇડ નોટમાં આત્મહત્યા પાછળનું શું કારણ લખ્યું?
ગયા વર્ષે પણ બાંધકામો બંધ કરાયા હતા
મુંબઈ મહાપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું કે, નવેમ્બર, ડિસેમ્બરમાં પ્રદૂષણનું પ્રમાણ વધે છે, કારણ કે હવા સ્થિર રહે છે. હવામાનમાં બદલાવના કારણે પ્રદૂષણ ન વધે તે માટે બાંધકામોને નોટિસ આપવાથી લઈને પ્રદૂષણ ફેલાવતી બેકરીઓ બંધ કરવાની કાર્યવાહી શરૂ હોય છે.કમિશનરે સ્પષ્ટ કર્યું કે, “પ્રદૂષણ ન થાય તે માટે ઉપાયો શરૂ છે, અને ગયા વર્ષે નોંધાયેલા પ્રદૂષણના કારણે કુલાબા, ભાયખળા અને બોરીવલીના બાંધકામો બંધ કરાયા હતા. આ વર્ષે પણ કાર્યવાહી ચાલુ રહેશે.”
