Site icon

ચોંકાવનારી ઘટના… પ્રખ્યાત જુહુના ઇસ્કોન મંદિરમાં વિજળીનો આંચકો લાગતાં પુજારીનું મોત. જાણો વિગતે…

 News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai) જુહુ(Juhu)માં આવેલ પ્રખ્યાત ઇસ્કોન મંદિર(Iskcon Temple)માં રામનવમી(Ramnavmi)ના દિવસે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, જ્યાં એક પૂજારી(Priest)નું વિજળીનો આંચકો લાગતા મોત થયું હતું. પોલીસ સૂત્રોનુસાર આ ઘટના ગત રવિવારે રાત્રે 8 વાગ્યે બની હતી. રામનવમી નિમિત્તે જુહુના ઈસ્કોન મંદિરમાં પૂજા અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ પછી  પ્રદ્યુમન દાસ (Pradyumna Das)અન્ય પૂજારીઓ સાથે બગીચા વિસ્તારમાં ભોજન કરવા ગયા હતા. આ પ્રસંગે મંદિર પરિસરમાં ઈલેક્ટ્રીક લાઈટો પ્રગટાવવામાં આવી હતી.  

Join Our WhatsApp Community

આ સમયે ગરમી પડી રહી હોવાથી પ્રદ્યુમન દાસે(Pradyumna Das) બગીચામાં લગાવેલ પંખો પોતાની તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઉઘાડામાં છોડી મૂકવામાં આવેલ વિજળીના જીવંત વાયરના સંપર્કમાં આવી ગયા અને તેમને વિજળીનો જોરદાર આંચકો લાગ્યો.

આ સમાચાર પણ વાંચો : હવે પહેલી જુલાઈથી પ્લાસ્ટિકની થેલી જ નહીં પરંતુ પ્લાસ્ટિકના કાંટા-ચમચી પણ બંધ. જાણો પ્લાસ્ટિક સંદર્ભે મહારાષ્ટ્ર સરકારનો નવો કાયદો.

આ અકસ્માતમાં પૂજારી પ્રદ્યુમન દાસનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં એવું સ્પષ્ટ થયું હતું કે કોન્ટ્રાકટરે કથિત રીતે દાખવેલી બેદરકારીને લીધે દાસનું મોત થયું હતું. જુહુ પોલીસે(Juhu Police) ઇસ્કોન મંદિરના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મૃત્યુ થવા બદલ ધરપકડ કરી અને કેસ દાખલ કર્યો હતો.

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version