News Continuous Bureau | Mumbai
Mumbai : મહાનગરપાલિકાની શાળાાઓમાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ જીવન ચરિત્ર ઉપર ૧૦ મી જાન્યુઆરીથી શરૂ થયેલી સ્પર્ધા,ની પરિકલ્પના કરનાર મુંબઈ ઉપનગર જિલ્લાના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢા એ આજે પાર્લા સ્થિત દીનાનાથ મંગેશકર રંગમંચ ખાતે વિજેતાઓને ઇનામ વિતરણથી સમ્માનિત કર્યા હતા.
મુંબઈની ૧૧૪૮ શાળાઓમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે સ્વૈચ્છિક હતી અને તેમાં ૧ લાખ ૨૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો., વિદ્યાર્થીઓ માટેની આ સ્પધા ૧૭ મી જાન્યુઆરીએ સમાપ્ત થઈ હતી.
આ સ્પર્ધામાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, કવિતા લેખન સ્પર્ધા અને નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં સ્પર્ધામાંથી પસંદગીના ચિત્રોનું પ્રદર્શન અને પસંદગીના નાટકોનું પ્રદર્શન પણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે બોલતા મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે, “ભગવાન શ્રી રામના આગમનથી સમગ્ર ભારત ધન્ય થયું છે. તેથી ચિત્ર સ્પર્ધા માટે શાળાઓ અને નજીકના મંદિરોમાં ૭૦ હજાર ચિત્રો મુકવા માટે કહેવામાં આવ્યું છે. મને ખુશી છે કે આ સ્પર્ધા દ્વારા ભગવાન શ્રી રામનું ચરિત્ર બાળકોના મનમાં સિંચન કરવામાં સફળતા મળી છે.”
આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી પરાગ અલવાણી, મુખ્ય અતિથિ પદ્મશ્રી રમેશ પતંગે, વરિષ્ઠ ગાયક અને સંગીતકાર શ્રીધર ફડકે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર ચંદા જાધવ, મ્યુનિસિપલ કરેક્શનલ ઓફિસર શ્રી રાજેશ કંકલ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.