Site icon

કોણ કહે છે મોંઘવારી છે? મુંબઈમાં એપ્રિલમાં રેકોર્ડબ્રેક પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન, આટલા ફ્લેટ વેચાયા; જાણો વિગતે.

Property registration offices to remain open on weekends too

મુંબઈ અને મહારાષ્ટ્રમાં પ્રોપર્ટી ખરીદનારાઓને રાહત, હવે આ દિવસે પણ થઈ શકશે રજિસ્ટ્રી

News Continuous Bureau | Mumbai

લોકો મોંઘવારી ના નામે રડી રહ્યા છે. પરંતુ મુંબઈમાં પ્રોપર્ટી(property sale)ના વેચાણમાં એપ્રિલ મહિનામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. એક મહિનામાં રેકોર્ડબ્રેક કહેવાય એમ 11,744 પ્રોપર્ટીના રજીસ્ટ્રેશન(property registration) થયા છે.

Join Our WhatsApp Community

સ્ટેમ્પ ડ્યુટી(Stamp duty)માં કોઈ કન્સેશન નથી અને રાજ્ય સરકારે ઉપરથી સ્ટેમ્પ ડ્યુટી પર એક ટકાનો મેટ્રો સેસ લાગુ પાડી દીધો છે. ઉપરથી પાછું બાંધકામ માટેના રો-મટિરિયલ(raw material)ના ભાવ પણ વધ્યા છે. છતાં મુંબઈમાં પ્રોપર્ટીના વેચાણ(Mumbai property sale)ને કોઈ અસર થઈ નથી.

આ સમાચાર પણ વાંચો :  બોરીવલીના ફ્લાયઓવરને ખુલ્લો મુકવાને લઈને ઉત્તર મુંબઈના સાંસદે BMC કમિશનરને આપી દીધી આ ચેતવણી.. જાણો વિગતે.

મહારાષ્ટ્ર સ્ટેમ્પ ડ્યુટી એન્ડ રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ પાસેથી મળેલા ડેટા મુજબ એપ્રિલ મહિનામાં 2016માં મુંબઈમાં 5,705 પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થયુ હતું ત્યારે સરકારને સ્ટેમ્પ ડયુટી મારફત 342 કરોડ રૂપિયાની આવક થઈ હતી. 2017માં 5,652 પ્રોપર્ટી રજિસ્ટ્રેશન થી સરકારને 368 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે 2018માં 7,016 પ્રોપર્ટી રજિસ્ટર થઈ હતી. અને 530 કરોડ રૂપિયાની આવક થઈ હતી. 2019ની સાલમાં 5,900 રજિસ્ટ્રેશન થયાં હતાં, તેમાંથી 460 કરોડની આવક થઈ હતી. ગયા વર્ષે 1035 મિલકતોના રજીસ્ટ્રેશન થયા હતા, તેમાંથી 514 કરોડ રૂપિયાની આવક થઈ છે. કોરોના મહામારીને કારણે 2020નું વર્ષ અપવાદરૂપ રહ્યું હતું. શહેરમાં પ્રોપર્ટીની ખરીદીમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
 

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version