ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 માર્ચ 2021
કોરોના ને કારણે આર્થિક રીતે ભીંસમાં આવેલી મુંબઈ મહાનગરપાલિકાએ હવે પૈસા વસૂલવા માટે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે કે આઠમી માર્ચ સુધી જે કોઈ વ્યક્તિ પોતાની પ્રોપર્ટીનો ટેક્સ નહીં ભરે તે વ્યક્તિને પેનલ્ટી લગાવવામાં આવશે.
આ ઉપરાંત મહાનગરપાલિકાએ એ વાત પણ સ્પષ્ટ કરી છે કે જે પ્રોપર્ટીઓ છેલ્લા અનેક વર્ષોથી ટેક્સ નથી ભરતી તેમજ જેમની નીલામી ની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી તે તમામ લોકો જો સમયસર પ્રોપર્ટી ટેક્સ નહીં ભરે તો તેમની પ્રોપર્ટી ની નીલામ એની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
મુંબઈ મહાનગરપાલિકાએ 500 ચોરસ ફૂટ સુધીના ક્ષેત્રફળ ધરાવતાં ઘરોને ટેક્સમાં રાહત આપી નથી.આ ઉપરાંત જે વ્યક્તિ સમયસર પ્રોપર્ટી ટેક્સ નહીં ભરે તેના પર બે ટકા પેનલ્ટી લગાવવામાં આવશે.
મુંબઈ વાસીઓએ હવે વહેલામાં વહેલી તકે પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે.
