Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Property Tax Update: મુંબઈગરાઓ સાવધાન: ૩૧ માર્ચ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરો તો મિલકત જશે હરાજીમાં, BMCએ ૪૮૩ મિલકતો કરી જપ્ત

Mumbai Property Tax Update: પાલિકાની લાલ આંખ: ૬,૯૨૨ મિલકતો સામે અટકાયતની કાર્યવાહી, સૌથી વધુ બાકી રકમ ધરાવતી ૨૧૦ મિલકતોની હરાજીની તૈયારી; અત્યાર સુધીમાં હજારો ધારકોએ ડરના માર્યા વેરો ભર્યો

Mumbai Property Tax Update BMC Seizes 483 Properties Over Unpaid Dues; Auction Process Set to Begin After March 31

Mumbai Property Tax Update BMC Seizes 483 Properties Over Unpaid Dues; Auction Process Set to Begin After March 31

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનારાઓ માટે હવે મુશ્કેલી વધી શકે છે. BMC એ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં બાકી વેરો જમા નહીં કરવામાં આવે, તો મિલકત સીલ કરવા ઉપરાંત તેની હરાજી પણ કરવામાં આવશે. પાલિકાના ઇતિહાસમાં આ પ્રથમવાર છે જ્યારે આટલા મોટા પાયે હરાજીની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.BMC દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, કુલ ૬,૯૨૨ મિલકતો વિરુદ્ધ કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમાંથી ૪૮૩ મિલકતો એવી છે જેમને વારંવાર નોટિસ આપવા છતાં પ્રતિસાદ ન મળતા જપ્ત કરી લેવામાં આવી છે. આ કડક વલણને કારણે ૨,૮૮૮ મિલકતધારકોએ તાત્કાલિક પોતાનો બાકી વેરો ભરી દીધો છે, જેનાથી પાલિકાની તિજોરીમાં મોટી રકમ જમા થઈ છે.

Join Our WhatsApp Channel

BMCની કડક કાર્યવાહીના મુખ્ય મુદ્દાઓ

જપ્તી અને સીલિંગ: અત્યાર સુધીમાં ૪૮૩ મિલકતોને સીલ અથવા જપ્ત કરવામાં આવી છે.
હરાજીની તૈયારી: સૌથી વધુ બાકી રકમ ધરાવતી ૨૧૦ મિલકતોની હરાજી કરવા માટે પાલિકાએ દરખાસ્ત તૈયાર કરી છે.

આ સમાચાર પણ વાંચો: Hardik Pandya FIR : હાર્દિક પંડ્યા વિવાદમાં સપડાયો, તિરંગાના અપમાનના મામલે પુણેમાં ફરિયાદ દાખલ; શું વધશે સ્ટાર ઓલરાઉન્ડરની મુશ્કેલી 

દંડાત્મક વ્યાજ: ૩૧ માર્ચ પછી વેરો ભરનારાઓએ બાકી રકમ પર વધારાનું દંડાત્મક વ્યાજ અને કાનૂની ખર્ચ પણ ચૂકવવો પડશે.
અપીલ: અતિરિક્ત આયુક્ત ડૉ. અશ્વિની જોશીએ નાગરિકોને અપીલ કરી છે કે જપ્તી જેવી કડક કાર્યવાહીથી બચવા માટે સમયસર વેરો ભરી દેવો.

પ્રોપર્ટી ટેક્સ કેવી રીતે ભરશો?

નાગરિકો BMCની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન વેરો ભરી શકે છે અથવા વોર્ડ ઓફિસમાં આવેલી નાગરિક સુવિધા કેન્દ્રો (CFC) પર જઈને પણ ચુકવણી કરી શકે છે.

Kalyan Gang Firing કલ્યાણમાં અંધાધૂંધ ગોળીબારથી ભારે સનસનાટી પત્રકારના પુત્ર પર જીવલેણ ફાયરિંગ, ‘દહી ગેંગ’ના ચાર સાગરીતોની ધરપકડ
Bangladeshi Infiltrators Arrested મુંબઈમાંથી ડિપોર્ટ કરાયેલું બાંગ્લાદેશી દંપતી ગણતરીના મહિનાઓમાં ફરી ઘૂસણખોરી કરતા ઝડપાયું
Mumbai Blackmaking Case મુંબઈના કોલાબામાં વાંધાજનક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી મહિલાને બ્લેકમેલ કરનારો આરોપી ઝડપાયો
Jain Community White Line Controversy Mumbai મુંબઈમાં વિવાદ જૈન ધર્મગુરુના આગમન માટે રસ્તા પર દોરાઈ સફેદ પટ્ટીઓ
Exit mobile version