Site icon

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ – બોરઘાટ ખાતે આટલા કિલોમીટર સુધી લાગી વાહનોની કતાર- જુઓ વિડિયો 

News Continuous Bureau | Mumbai

 મુંબઈ પુણે એક્સપ્રેસ વે (Mumbai-Pune Expressway)પર સવારથી જ ટ્રાફિક જામ (Traffic Jam) થઈ ગયો છે. મુંબઈ પુણે યશવંતરાવ ચવ્હાણ એક્સપ્રેસ વે (Mumbai Pune Yashwantrao Chavan Expressway)પર બોરઘાટ (Borghat) ખાતે હજુ પણ ટ્રાફિક જામ ચાલુ છે. જેના કારણે લગભગ 2 કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઈ છે. તંત્ર દ્વારા હાલ ટ્રાફિક જામના નિવારણ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Community

 

પુણે તરફ જતા રસ્તાઓ પર ટ્રાફિક જામના કારણે ટ્રાફિક ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યો છે. આ દિવાળીની રજાનું પરિણામ છે અને મોટી સંખ્યામાં નાગરિકો પોતાના ઘર તરફ જવા નીકળ્યા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. રોડ પર વાહનોની સંખ્યા વધી જવાને કારણે સવારથી જ એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ છે. HOC બ્રિજથી અમૃતાંજન બ્રિજનો ટ્રાફિક ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો:  નશામાં ધૂત યુવકનો સ્કાયવોકની છત પર હાઈવોલ્ટેજ ડ્રામા- પોલીસે આ રીતે બચાવ્યો- જુઓ રેસ્ક્યુ ઓપરેશનનો દિલધડક વીડિયો 

બાળકોની શાળાકીય પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે. જેના કારણે શાળાઓમાં રજાઓ શરૂ થઈ ગઈ છે. આ સાથે જ આજથી દિવાળી પણ શરૂ થઈ ગઈ છે અને જેમ જેમ વીકએન્ડ નજીક આવી રહ્યો છે તેમ તેમ ઘણા લોકો મુંબઈ છોડીને પોતાના વતન જવા લાગ્યા છે. આ કારણે મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટમાં ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે. 

 

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version